For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારતીય એરોસ્પેસ ઈતિહાસમાં નવો અધ્યાય ઉમેરાશે, તેજસ પર સ્વદેશી કાવેરી એન્જિનનું પરીક્ષણ થશે

04:14 PM Sep 09, 2025 IST | revoi editor
ભારતીય એરોસ્પેસ ઈતિહાસમાં નવો અધ્યાય ઉમેરાશે  તેજસ પર સ્વદેશી કાવેરી એન્જિનનું પરીક્ષણ થશે
Advertisement

નવી દિલ્હી : ભારત ટૂંક સમયમાં એરોસ્પેસ ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું ભરવા જઈ રહ્યું છે. DRDOના સૂત્રો મુજબ સ્વદેશી બનાવેલ કાવેરી એન્જિનને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ પર પરીક્ષણ માટે લગાવવામાં આવશે. આ પહેલીવાર હશે જ્યારે દેશે પોતે વિકસાવેલ એન્જિન કોઈ લડાકૂ વિમાન પર ચકાસવામાં આવશે. આ પ્રોજેક્ટ આગળ વધારવા માટે DRDO, HAL (હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ), ભારતીય વાયુસેના અને ખાનગી ઉદ્યોગો વચ્ચે ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. HAL તેજસમાં એન્જિન ફિટિંગનું કામ સંભાળશે, જ્યારે વાયુસેના ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી માર્ગદર્શન આપશે.

Advertisement

હાલમાં તેજસમાં અમેરિકન જનરલ ઇલેક્ટ્રિકના F404 અને F414 એન્જિન્સ છે. કાવેરી એન્જિનના સફળ પરીક્ષણ બાદ ભારતને વિદેશી એન્જિનો પર નિર્ભર રહેવું પડશે નહીં. આ પગલું “મેક ઈન ઈન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત”  અભિયાનને પણ મજબૂત બનાવશે.

  • કેસી હશે ટેસ્ટિંગ?

ગ્રાઉન્ડ રન અને હાઇટ સિમ્યુલેશન જેવા ટેસ્ટ બાદ હવે એન્જિનને તેજસ પર લગાવવામાં આવશે.

Advertisement

શરૂઆતની ઉડાનો ઓછા જોખમવાળી હશે.

એન્જિનની સ્થિરતા, થ્રસ્ટ અને વિમાનના સિસ્ટમ્સ સાથે સુમેળની તપાસ થશે.

સફળતા મળતા આવનારા 2–3 વર્ષમાં એન્જિનને ઓપરેશનલ ઉપયોગ માટે પ્રમાણિત કરી શકાય છે.

કાવેરી એન્જિનમાં આધુનિક ધાતુઓ અને ડિજિટલ કન્ટ્રોલ સિસ્ટમ્સ છે. તે ફક્ત તેજસ માટે નહીં પરંતુ ભવિષ્યના ડ્રોન, હેલિકોપ્ટર અને અગામી પેઢીના લડાકૂ વિમાનો માટે પણ ઉપયોગી બનશે. સફળતા બાદ ભારત એન્જિન ટેક્નોલોજીનો નિકાસકાર પણ બની શકે છે.

  • કાવેરી એન્જિનનો ઈતિહાસ

પ્રોજેક્ટની શરૂઆત 1989માં DRDOની ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટેબ્લિશમેન્ટ (GTRE), બેંગલુરુમાં થઈ હતી.

મૂળ યોજના મુજબ તેજસને કાવેરી એન્જિનથી શક્તિ આપવાની હતી, પરંતુ અપેક્ષિત થ્રસ્ટ (8890 કિલો ન્યૂટન) ન મળતાં તેને અલગ કરવામાં આવ્યો.

2010 પછી તેજસમાં વિદેશી એન્જિન (GE F404, F414)નો ઉપયોગ થવા લાગ્યો.

બાદમાં કાવેરી એન્જિનને UAV અને અન્ય પ્રોજેક્ટ્સ માટે રીડિઝાઇન કરવામાં આવ્યું.

હવે 2025માં લગભગ 35 વર્ષ બાદ તેને તેજસ પર ફરી પરીક્ષણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement