For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં એસીબીના પીઆઈ તરીકે ઓળખ આપીને તોડ કરતો શખસ પકડાયો

02:33 PM May 11, 2025 IST | revoi editor
ગાંધીનગરમાં એસીબીના પીઆઈ તરીકે ઓળખ આપીને તોડ કરતો શખસ પકડાયો
Advertisement
  • નિવૃત ASIનો પૂત્ર નોકરી અપાવવાની લાલચ આપતો હતો
  • ઉચ્ચ અધિકારીઓ સાથે સેટિંગ હોવાનું કહી 25 હજારનો તોડ કરવાનો પ્રયાસ
  • પોલીસે ફરિયાદીને વિશ્વાસમાં લઈ આરોપીને રૂપિયા લેવા બોલાવ્યો હતો

ગાંધીનગરઃ નકલી અધિકારીના સ્વાંગમાં લોકોને લાલચ આપીને કે પછી ધમકાવીને તોડ કરવાના બનાવો વધતા જાય છે. ત્યારે ગાંધીનગરમાં અમદાવાદના એક નિવૃત એએસઆઈના પૂત્રએ પોતે એસીબીમાં પીઆઈ હોવાની ખોટી ઓળખ આપીને પોતાના જીપીએસસીના ચેરમેન અને કલેકટર સાથે સેટિંગ હોવાથી નોકરી અપાવી દેશે એવી લાલચ આપીને રૂપિયા 25000નો તોડ કરવાનો પ્રયાસ કરતા શખસને પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે, સાબરકાંઠાના તલોદના રાકેશભાઈ શાહની દીકરી સ્વાતિને 19 એપ્રિલે રાહુલ પટેલ નામની વ્યક્તિનો મેસેજ આવ્યો હતો. આરોપીએ પોતાની ઓળખ એસીબીના પીઆઈ તરીકે આપી GPSC પરીક્ષામાં પાસ થવા માટે મદદની ઓફર કરી હતી. તેણે સ્વાતિની માતાને પણ મેસેજ કરી GPSC ચેરમેન સાથે સેટિંગ હોવાનો દાવો કર્યો હતો. દરમિયાન ફરિયાદી રાકેશકુમારે આરોપી સાથે વાતચીત કરતાં તેણે ગાંધીનગર કલેક્ટર કચેરીમાં સેટિંગ હોવાની વાત કરી હતી. અને પોતાની ઓળખ એસીબીના પીઆ તરીકે આપી હતી. નોકરી મેળવવા માટે આરોપીએ 25 હજારની એડવાન્સ માંગણી કરી હતી. આથી શંકા જતાં રાકેશકુમારે પોલીસને જાણ કરી આરોપીને ઘ-0 સર્કલ બ્રિજ પર બોલાવ્યો હતો. પોલીસે વોચ ગોઠવી આરોપીને પકડી લીધો હતો. ગાંધીનગર સેક્ટર-7  પીઆઈ બી.બી. ગોયલના કહેવા મુજબ  આરોપીનું સાચું નામ સોયબહુસેન ગુલામહુસેન શેખ છે. તે અમદાવાદના રખિયાલમાં રહે છે અને તેના પિતા નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે. આ મામલે સેક્ટર-7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement