ભારત-શ્રીલંકા આંતરરાષ્ટ્રીય દરિયા સીમા રેખા નજીકથી નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપાયો
02:19 PM Apr 22, 2025 IST | revoi editor
Advertisement
બેંગ્લોરઃ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ભારત-શ્રીલંકા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક ડ્રગ વિરોધી કાર્યવાહી દરમિયાન 302 કિલો તેંદુના પાન જપ્ત કર્યા હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં ભારતીય કોસ્ટગાર્ડે આ અંગેની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે.
Advertisement
ભારતીય કોસ્ટ ગાર્ડે સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ શેર કરીને લખ્યું છે કે, "ગુપ્ત માહિતી પર તાત્કાલિક કાર્યવાહી કરતા, મંડપમ સ્ટેશને ભારત-શ્રીલંકા IMBL નજીક ડ્રગ વિરોધી કાર્યવાહી હાથ ધરી હતી, ચોથા ટાપુ નજીક એક ICG ACV એ લગભગ 302 કિલો તેંદુના પાન જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે મંડપમ સ્ટેશન તમિલનાડુના રામનાથપુરમમાં આવેલું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સને કાયદેસરની કાર્યવાહી માટે કસ્ટમ વિભાગને સોંપવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement