ફ્રુટ માર્કેટમાં નાસિક અને સોલાપુરથી લીલી અને કાળી દ્રાક્ષની ધૂમ આવક
- છૂટક બજારમાં લીલી દ્રાક્ષ કિલોના 70થી 80નો ભાવ
- કાળી દ્રાક્ષની માગ વધુ હોવાથી કિલોનો 130થી 140નો ભાવ
- ગરમીમાં વધારો થતાં દ્રાક્ષના વેચાણમાં પણ થયો વધારો
અમદાવાદઃ ગુજરાતમાં તાપમાનમાં વધારો થતાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને ઉનાળાની સીઝનના વિવિધ ફળોના વેચાણમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રના નાસિક અને સોલાપુરથી લીલી અને કાળી દ્રાક્ષની પણ ધૂમ આવક થઈ રહી છે. અમદાવાદ શહેરના કાળુપુર ફ્રુટ માર્કેટમાં લીલી અને કાળી દ્રાક્ષના વેચાણમાં પણ વધારો થઈ રહ્યો છે. છૂટક બજારમાં લીલી દ્રાક્ષ 1 કિલોએ રૂ. 70થી 80 તેમજ કાળી 130થી 140ના ભાવે બજારમાં વેચાઇ રહી છે. જેમાં હાલ લીલી દ્વાક્ષની માગ વધુ જોવા મળી રહ્યા છે.
રાજ્યમાં અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાં પણ દ્રાક્ષના વેચાણમાં વધારો થયો છે. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારોની બજારો સહિતના સ્થળોએ નાસિક તેમજ સોલાપુરી તરફથી આવતી લીલી અને કાળી દ્રાક્ષનું આગમન જોવા મળ્યું હતું. જેની ખરીદી માટે બજારોમાં સજાવાતા લોકોનુ ધ્યાન આકર્ષી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા લોકો ગરમીથી બચવા વિવિધ પ્રયાસો હાથ ધરી રહ્યા છે. જેમાં લોકોને ઠંડક આપતી અને મનપસંદ એવી કાળી અને લીલી દ્રાક્ષનુ આગમન થઇ રહ્યું છે. સામાન્ય રીતે ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ બજારમાં દ્રાક્ષની આવક શરૂ થઈ જાય છે. હાલ શહેરી વિસ્તારમાં એક વેપારી દીઠ 150થી 200 મણ દ્રાક્ષની ખપત થઇ રહી છે. બીજી તરફ જિલ્લામાં નાસિક તેમજ સોલાપુર તરફથી આ દ્રાક્ષ આવતી હોવાનું અને હાલ દ્રાક્ષની આવકની શરૂઆત થતા જ ભાવ કોઇ ફેરફાર ન હોવાનું પણ બહાર આવ્યું હતું. છુટક બજારમાં લીલી દ્રાક્ષ 1 કિલોએ રૂ. 70થી 80 તેમજ કાળી 130થી 140ના ભાવે બજારમાં વેચાઇ રહી છે. જેમાં હાલ લીલી દ્વાક્ષની માગ વધુ જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં દ્રાક્ષના અંદાજે 30થી વધુ વેપારી દ્રાક્ષનો વેપાર કરી રહ્યા છે.
આ અંગે ફ્રૂટના વેપારીના કહેવા મુજબ હાલ દૈનિક એક દુકાનેથી 150થી 200 મણ દ્રાક્ષનું અંદાજે વેચાણ થઇ રહ્યુ છે. જેમ જેમ સિઝન ખૂલશે તેમ તેની માગ વધુ રહેશે. દ્રાક્ષની આવક વધુ રહી હોવાથી ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ ભાવમાં કોઇ ફેરફાર રહ્યો નથી.