તમિલનાડુના તિરુચીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
01:30 PM Aug 11, 2025 IST | revoi editor
Advertisement
બેંગ્લોરઃ તમિલનાડુના તિરુચીમાં પૂરઝડપે પરાસ થતી મીની બસના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહનનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિના મોત થયાં હતા. જ્યારે ઘાયલો પૈકી 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાને લઈને રાજ્ય સરકારે દુ: ખ વ્યક્ત કરીને મૃતકોના સ્વજનો માટે સહાયની જાહેરાત કરી છે.
Advertisement
પ્રાપ્ત માહિતી અનુસાર, તમિલનાડુના તિરુચીમાં ડ્રાઈવરે મીની બસ પરથી કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણના મોત અને સાત ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં ત્રણની હાલત ગંભીર છે.
મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને મૃતકોના પરિવારજનો માટે ત્રણ લાખ, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાને એક લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તો માટે 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
Advertisement
Advertisement