For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

હિમાચલ પ્રદેશના મંડીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, સાત પ્રવાસીઓના મોત

02:07 PM Jul 24, 2025 IST | revoi editor
હિમાચલ પ્રદેશના મંડીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત  સાત પ્રવાસીઓના મોત
Advertisement

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના સરકાઘાટ સબડિવિઝનમાં માસેરન નજીક તરંગલા ખાતે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (HRTC) ની બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં ઉતરીને નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં સાત મુસાફરોના મોત થયા હોવાનું જાણવા મળે છે. લગભગ 22 મુસાફરો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે. ઘાયલોને સરકાઘાટ હોસ્પિટલ અને નેરચોક મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી રહી છે. મેડિકલ કોલેજ નેરચોકમાં સારવાર દરમિયાન બે ઘાયલ મહિલાઓનું મોત નીપજ્યું હતું.

Advertisement

અકસ્માતની માહિતી મળતા જ DSP સરકાઘાટ અને પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા સરકાઘાટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં રોકાયેલા હતા. અકસ્માતના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. જ્યારે, અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસો અને રડવાનો માહોલ હતો. મળતી માહિતી મુજબ, અકસ્માત દરમિયાન બસમાં લગભગ 29 લોકો સવાર હતા. બીજી તરફ, ચંબા જિલ્લાના મંડૂન ગામમાં ગઈકાલે રાત્રે એક માર્ગ અકસ્માતમાં એક શિક્ષકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, વાહન નિયંત્રણ ગુમાવી દીધું અને ટીનની છત પર પડી ગયું. આ અકસ્માતમાં બુંદેડી નિવાસી ખેમ રાજનું મોત થયું.

Advertisement
Advertisement
Tags :
Advertisement