For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કંડલા એસઈઝેડ સેકટર-2માં આવેલી કાપડની બે ફેકટરીમાં લાગી ભીષણ આગ

06:27 PM Feb 14, 2025 IST | revoi editor
કંડલા એસઈઝેડ સેકટર 2માં આવેલી કાપડની બે ફેકટરીમાં લાગી ભીષણ આગ
Advertisement
  • પ્રથમ ફેકટરીમાં લાગેલી આગ બીજી ફેકટરીને ચપેટમાં લીધી
  • ફાયર ફાયટરોએ પાણીનો સતત મારો ચલાવીને આગને કાબુમાં લીધી
  • આગથી કોઈ જાનહીની નહીં પણ લાખોનું નુકસાન

ગાંધીધામઃ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં સેકટર-2માં આવેલી એક કાપડની ફેકટરીમાં આગ લાગી હતી, અને જોતજોતામાં આગ પ્રસરીને બાજુમાં આવેલી કાપડની ફેકટરીને પણ લપેટમાં લીધી હતી. આગની જાણ થતાં કંડલા અને ગાંધીધામના ફાયરબ્રિગેડના જવાનો દાડી ગયા હતા. અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે. કંડલામાં સ્પેશિયલ ઈકોનોમિક ઝોનામં સેક્ટર-2માં આવેલી બાબુ ઇન્ટરનેશનલ અને એક્ષપોલી નામની બે કપડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. યુનિફોર્મ સહિતના કપડા બનાવતી આ ફેક્ટરીઓમાંથી એક કર્ણાટકના ઉદ્યોગપતિની માલિકીની છે.પ્રથમ એક ફેક્ટરીમાં શરૂ થયેલી આગે ધીમે ધીમે બીજી ફેક્ટરીને પણ ચપેટમાં લીધી હતી. આગની જાણ થતાં જ ખાનગી એકમના ફાયર ફાયટરો અને મહાનગરપાલિકાના અગ્નિશમન વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ હજુ ચાલુ છે. પ્રાથમિક અંદાજ મુજબ આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે, જો કે કોઈ જાનહાની થઈ નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement