હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગણદેવીમાં ટ્રાન્સપોર્ટના ગોદામમાં લાગી ભીષણ આગ, ત્રણ જીવતા ભૂંજાયા

05:31 PM Nov 09, 2024 IST | revoi editor
Advertisement

નવસારીઃ જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામ નજીક જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં એક ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરાતા હતા, તે દરમિયાન ભીષણ આગ ફાટી નિકળતા અપડા-તફડી મચી ગઈ હતી. આગના કારણે ગોડાઉનમાં કામ કરતા કેટલાક મજૂરો ફસાઈ ગયા છે. જેમાં ત્રણનાં મોત થયાં છે, જ્યારે ત્રણ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે ગણદેવી, બીલીમોરા અને નવસારીમાંથી ફાયર ફાઈટરોની ટીમ દોડી ગઈ હતી. અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

Advertisement

આ બનાવની વિગતો એવી જાણવા મળે છે કે, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામની નજીક આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોદામમાં ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતા અકસ્માતે ભીષણ આગ ફાટી નિકળી હતી. આગના કારણે ગોડાઉનમાં કામ કરતા કેટલાક મજૂરો ફસાઈ ગયા હતા. જેમાં ત્રણનાં મોત થયાં છે. જ્યારે બે લોકો હજી આગમાં ફસાયેલા હોવાની આશંકા છે. જ્યારે ત્રણ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ગણદેવી, બીલીમોરા અને નવસારીમાંથી ફાયર ફાઈટરોની ટીમ દોડી છે. પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો,

બિલિમોરાના ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતી વખતે અચાનક ભડકો થયો હતો. જેમાં કેટલાક મજૂરો ફસાઇ ગયા હતા. આગની ઝપેટમાં આવતાં ત્રણ કામદારો જીવતા ભૂંજાઇ ગયા હતા. જ્યારે ત્રણથી વધુ લોકો હજી આગમાં ફસાયા હોવાની શક્યતા છે. આગની ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે બીલીમોરા, ગણદેવી, નવસારી અને ચીખલીથી ફાયરની ટીમોને બોલાવવામાં આવી હતી. અને પાણીનો સતત મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.

Advertisement

આ અંગે ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આગ લાગ્યાના બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ અને ફાયર ફાયટરની ટીમો ઘટનાસ્થળે ત્વરિત પહોંચી ગઇ હતી.પ્રાથમિક તપાસમાં ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતાં અચાનક આગ લાગી હતી અને નીચે પણ કેમિકલ ઢોળાયેલું હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. હાલ આગ પર કાબૂ મેળવવી લેવાયો છે. ફાયરના જવાનોએ  ત્રણ ડેડબોડી બહાર કાઢી છે. જ્યારે ત્રણ ઇજાગ્રસ્તો છે. જેમાં એકને વધુ ઇજાઓ પહોંચી હોવાથી વલસાડ ખસેડવામાં આવ્યો છે. જ્યારે બે લોકોને લોકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaratifire in transport warehouseGanadeviGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharthree deadviral news
Advertisement
Next Article