દહેગામ-નરોડા હાઇવે પર ઓવરબ્રિજનો જર્જરીત હિસ્સો ધરાશાયી
10:37 AM Dec 23, 2024 IST
|
revoi editor
Advertisement
- કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા
- સદનસીબે દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી
અમદાવાદઃ ગાંધીનગર નજીક દહેગામ-નરોડા સ્ટેટ હાઇવે પર આવેલ સરદાર સરોવર નર્મદા નિગમની કેનાલ પર આવેલ ઓવર બ્રીજનો એક હિસ્સો જર્જરિત થઈ ધરશાયી થતાં મુકેશ પુરી એમ.ડી. એસ.એસ.એન.એલ, કલેક્ટરગાંધીનગર મેહુલ કે. દવે, પ્રાંત અધિકારી ગાંધીનગર પાર્થ કોટડીયા સહિત અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી.
Advertisement
સ્થળ તપાસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે કોઇ જાન હાની થયેલ નથી તેની પુષ્ટિ કરવામાં આવી છે. તથા તાત્કાલિક સુરક્ષા ના પગલા હેતુ તુટેલા બ્રિજની આજુ બાજુમાં પતરાના શેડ લગાવવાની કામગીરી હાલમાં ચાલું છે, અને તકેદારીના ભાગરૂપે ટ્રાફિક નિયમન જેવા અન્ય આનુષાંગિક પગલાં પણ લેવામાં આવ્યાં છે.
Advertisement
Advertisement
Next Article