For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાટડીના આદરિયાણા સહિત રણકાંઠાના ગામોમાં ગાયોના દોડની હરિફાઈ યોજાઈ

05:49 PM Nov 06, 2024 IST | revoi editor
પાટડીના આદરિયાણા સહિત રણકાંઠાના ગામોમાં ગાયોના દોડની હરિફાઈ યોજાઈ
Advertisement
  • 150 વર્ષથી ચાલતી પરંપરા, નૂતન વર્ષે યોજાતી હરિફાઈ,
  • ગાયોની શીંગડે ઘી લગાવીને શણગારવામાં આવે છે,
  • ગોવાળોને સમુહ ગાયોના ધણની આગળ-પાછળ દોડે છે

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડીના રણકાંઠાના ગામડાંઓમાં વર્ષોથી ચાલતી પરંપરા છે, કે વિક્રમ સંવતના નવા વર્ષના પ્રથમ દિવસે ગાયો દોડાવવાની એક અનોખી સ્પર્ધા યોજવામાં આવે છે. જેમાં ગાયોના ધણની આગળ-પાછળ ગોવાળો પણ દોડતા હોય છે. ગાયો દોડાવવાની સ્પર્ધા પહેલા ગાયોના શીંગડાને ઘી પીવડાવવામાં આવે છે. તેમજ ગાયોને શણગારવામાં આવે છે. આખૂયે ગામ ગાયો દોડાવવાની સ્પર્ધા જોવા ઉમટી પડે છે.

Advertisement

જિલ્લાના પાટડી તાલુકાના આદરીયાણા, ધામા, નગવાડા, વડગામ અને પાનવા સહિતના રણકાંઠાના ગામોમાં 150 વર્ષથી એટલે કે, રાજા રજવાડાના સમયથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ નૂતન વર્ષની વહેલી સવારે ગ‍ામના ભાગોળે ગાયોની દોડ હરિફાઇ યોજાઇ હતી. જેમાં બેસતા વર્ષે 300થી વધારે ગાયોના શિંગડાઓમાં ઘી લગાડવાની સાથે પરંપરાગત રીતે એમનો શણગાર કરી જૂથ પ્રમાણે ગોવાળ સાથે દોડાવવામાં આવી હતી. જેમાં પ્રથમ આવનાર ગોવાળને પાઘડી પહેરાવીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. રણકાંઠા વિસ્તારમાં આવેલા પાટડી, આદરીયાણા, ધામા, નગવાડા, વડગામ અને પાનવા સહિતના ગામોમાં બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની પરંપરા છે.

આદરીયાણા ગામના ગ્રામજનોના કહેવા મુજબ  સવારે 11 વાગે ગામની વિવિધ કોમના આગેવાનો ભેગા થઇ ગ્રામ વિકાસની ચર્ચા કરે છે. ઉપરાંત ફાળો ઉઘરાવીને ગાયોને ઘાસચારો પણ ખવડાવે છે. અગાઉ આ સ્પર્ધામાં ગાયો આગળ દોડતો ગોવાળ પડી જતા ગાયોનું આખુ ધણ એ ગોવાળ ઉપરથી પસાર થઇ જવા છતાં ગોવાળને ઊની આંચ સુધ્ધા આવતી નથી. પાટડી માલધારી સમાજના આગેવાન નરેશભાઈ ગોવાભાઈ રબારી અને રઘુભાઇ સાવધરીઆ જણાવે છે કે, ગોવાળ સાથે ગાયોની દોડ સ્પર્ધા બાદ એ દોડતી ગાયોના પગના નિશાનની રજને માલધારી સમાજની મહિલાઓ માથે ચઢાવી ધન્યતા અનુભવે છે. ગાયોના શિંગડાઓમાં ઘી લગાડવાની સાથે શણગાર કરી જૂથ પ્રમાણે ગોવાળ સાથે દોડાવવામાં આવી હતી.

Advertisement

 

Advertisement
Tags :
Advertisement