For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં સાબરમતી નદીમાં નહાવા પડેલા 3 બાળકોમાંથી એકનું ડુબી જતા મોત

06:14 PM May 14, 2025 IST | revoi editor
અમદાવાદમાં સાબરમતી નદીમાં નહાવા પડેલા 3 બાળકોમાંથી એકનું ડુબી જતા મોત
Advertisement
  • રિવરફ્રન્ટમાં પાણી ખાલી કર્યા બાદ કેમ્પના હનુમાન પાસે બન્યો બનાવ
  • બનાવની જાણ થતા ફાયરની ટીમ તરવૈયા સાથે પહોંચી
  • બાળકના મૃતદેહને નદીમાંથી બહાર કઢાયો

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીમાં રિવરફ્રન્ટથી વાસણા બેરેજ સુધી ભરાયેલુ પાણી ખાલી કરીને હાલ નદીની સફાઈનું કામ ચાલી રહ્યું છે. નદીમાં પાણી ખાલી કર્યા બાદ નદીના કાંઠા વિસ્તારના ખાડાઓમાં હજુ પાણી ભરાયેલા છે. ત્યારે રીવરફ્રન્ટ કેમ્પ હનુમાન મંદિર પાસે સાબરમતી નદીના તટમાં નહાવા માટે પડેલા 3 બાળકો ડુબવા લાગ્યા હતા. જેમાં એક બાળકનું ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ કરાતા ફાયર વિભાગનો કાફલો તરવૈયા સાથે દોડી ગયો હતો. અને નદીમાંથી મૃત બાળકનો ડેડબોડી બહાર કાઢી હતી.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે, શહેરના રીવરફ્રન્ટ કેમ્પ હનુમાન મંદિર પાસે સાબરમતી નદીના તટમાં નહાવા માટે પડેલા 3 બાળકો ડુબવા લાગ્યા હતા. જેમાં એક બાળકનું ડુબી જતા મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ અને તરવૈયાની ટીમ કામે લાગી હતી. જોકે ડૂબેલા બાળકની શોધ કરવા માટે મોડી રાતે 3 વાગે Deep Trekker Underwater ROV કામે લાગ્યું હતું. જોકે Deep Trekker Underwater ROV થી બાળકનું લોકેશન મેળવીને મૃતદેહ પરિવારને સોંપાયો હતો. AMCએ વસાવેલ નવી ટેક્નોલોજી ડીપ ટ્રેકરનો ઉપયોગ સૌ પ્રથમ વખત કરવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરની જીવાદોરી સમાન સાબરમતી નદી હાલ શુષ્ક થતી જોવા મળી રહી છે. વાસણા બેરેજના મહત્વપૂર્ણ સમારકામ અને ઉપરવાસમાં માટીના રેમ્પ નિર્માણ હેતુસર રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા નદીને સંપૂર્ણપણે ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરી આગામી 12 મે, 2025 થી 5 જૂન, 2025 સુધી ચાલશે, જેના પરિણામે નદીના એક મોટા હિસ્સામાં સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ રહી છે. (File photo)

Advertisement

Advertisement
Tags :
Advertisement