For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટના રન વે પર પક્ષીઓને ભગાડવા ડિવાઈસ મુકાયું

02:46 PM Dec 01, 2024 IST | revoi editor
અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટના રન વે પર પક્ષીઓને ભગાડવા ડિવાઈસ મુકાયું
Advertisement
  • બર્ડહીટ રોકવા અવાજ કરતું ડિવાઈસ,
  • એરપોર્ટ પર 6 વર્ષમાં 319 વખત પક્ષીઓ વિમાન સાથે ટકરાયા,
  • વર્ષ 2023માં બર્ડહીટના સૌથી વધુ બનાવો બન્યા હતા

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર એર ટ્રાફિક વધતો જાય છે. ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર દિવસ અને રાતે અનેક ફ્લાઈટસ ઉડાન ભરતી હોય છે. ત્યારે બર્ડહીટની ઘટના નિવારવા માટે પક્ષીઓને રન-વે પરથી ભગાડવા માટે ડિવાઈસ મુકવામાં આવ્યું છે. રન-વે પરથી પક્ષીઓને ભગાડવા ફોલોમી જીપ ઉપર ખાસ પ્રકારના અવાજ કરતું ઉપકરણ મુકાયું છે જેમાંથી અવાજ આવતા પક્ષીઓ રન-વે પરથી દૂર થઈ જાય છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વિમાન સાથે પક્ષી-પ્રાણી ટકરાવવાની 6 વર્ષમાં 319 ઘટના નોંધાઇ ચૂકી છે. એરપોર્ટના રનવે પર અદ્યતન ટેક્‌નોલોજી અપનાવ્યા બાદ બર્ડ હિટની ઘટનામાં હવે નોંધપાત્ર ઘટાડો થયાનો દાવો કરાયો છે.  સામાન્ય રીતે ચોમાસામાં બર્ડ હિટના કેસ વધારે જોવા મળતા હોય છે. બર્ડ હિટથી મુસાફરોનો જીવ જોખમમાં મૂકાય જ છે તેની સાથે એરક્રાફ્‌ટને પણ ભારે નુકસાન થતું હોય છે. ઘણીવાર વિમાનના એન્જિન સાથે બર્ડ હિટ થતાં બ્લેડ પણ તૂટી જવાની ઘટના સામે આવી હતી

અમદાવાદ એરપોર્ટના સૂત્રોએ કહ્યુ હતું કે, બર્ડ હિટને અટકાવવા માટે એરપોર્ટે વ્યાપક પક્ષી વ્યવસ્થાપન કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. જેમાં ટાર્ગેટેડ વનસ્પતિ વ્યવસ્થાપન પ્રથમ છે. આ પદ્ધતિમાં ઘાસ વૃદ્ધિચક્રની વ્યવસ્થાપન વ્યૂહરચના લાગુ કરાઇ છે.  એરપોર્ટ પર ફ્લાઇટ અને ટેકઓફ લેન્ડિંગ દરમિયાન બર્ડહિટની ઘટનાઓ પર નિયંત્રણ લાવવા માટે અવનવા સાધનો કે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે,  એરપોર્ટના રન-વે ની આસપાસ સ્થાનિક વિસ્તાર હોવાથી લોકો કચરો અને એઠવાડ ફેંકે છે. મેઘાણીનગર બાજુ માસ મચ્છીની દુકાનો ધમધમે છે રિવરફ્રન્ટ નદી અને પીરાણાના કચરાના ડુંગર પણ પક્ષીઓની વધુ મુવમેન્ટ જોવા મળે છે. જ્યારે રન-વે આસપાસના ખુલ્લા વિસ્તારમાં ઘાસને પણ નિયંત્રણ કરવા અને તેમાંથી કોઈ વિવિધ જંતુઓ બહાર ન આવે માટે જંતુનાશક દવાઓ અને જમીનમાં સોઇલ ટેસ્ટિંગ કરી વિવિધ દવાઓ ઉતારવામાં આવે છે. તેમ છતાં એરપોર્ટની આસપાસ ટિટોડી,સમડી, કબૂતર, કાંકણસાર જેવી વિવિધ પ્રજાતિના પક્ષીઓ મંડરાતા હોવાથી ટેકઓફ લેન્ડિંગ કરતા વિમાનોને નુકસાન પહોંચાડે છે સાથે પેસેન્જરોનો જીવ પણ જોખમમાં મુકાય છે. આથી હવે રન-વે પરથી પક્ષીઓને ભગાડવા ફોલોમી જીપ ઉપર ખાસ પ્રકારના અવાજ કરતું ઉપકરણ મુકાયું છે જેમાંથી અવાજ આવતા પક્ષીઓ રન-વે પરથી દૂર થઈ જાય છે.  રન-વેની આસપાસ મૂકવામાં આવેલું સોલારથી ચાલતા ડિવાઇસમાંથી વિવિધ પ્રકારના અવાજો આવે છે જેનાથી પક્ષીઓ રન-વે પર આવતા અટકે છે. એરોબ્રિજની નીચેના પક્ષીઓ બેસે નહીં તે માટે એન્ટિ પર્ચિંગ ડિવાઇસનો ઉપયોગ કરાય છે જ્યાં કલેમ્પ સાથે એક પાતળો તાર બાંધવામાં આવે છે જેથી પક્ષીઓ એરોબ્રિજ પર બેસી શકે નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement