હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ માટે છેલ્લા 3 વર્ષમાં 9000 લોકોએ અરજી કરી

05:10 PM May 05, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ રાજ્યમાં અનેક લોકો દારૂની પરમિટ માટે અરજીઓ કરી રહ્યા છે. મેડિકલ સર્ટીને આધારે સરકાર દ્વારા દારૂની પરમીટ આપવામાં આવતી હોય છે. અમદાવાદમાં અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલને દારૂની પરમિટ મેળવવા તબીબી સર્ટી. માટે છેલ્લા 3 વર્ષમાં 9000 જેટલી અરજી મળી હતી. જ્યારે આ વર્ષે પ્રથમ ચાર મહિનામાં જ નવી પરમિટ માટે 221 જેટલી અરજી આવી છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2023થી એપ્રિલ 2025 સુધી દારૂની પરમિટ માટે નવી 1759 અને રિન્યૂ માટે 7255 અરજી આવેલી છે. પ્રત્યેક નવી અરજી માટે 20 હજાર રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવે છે. આમ, નવી પરમિટની અરજીથી સિવિલમાં રોગી કલ્યાણ સમિતિને અંદાજે 3.51 કરોડ રૂપિયાની આવક થયેલી છે. સિવિલ હોસ્પિટલમાંથી આ અરજી નશાબંધી કચેરીમાં મોકલવામાં આવે છે, જ્યાંથી અરજી રીજેક્ટ થવાનું પ્રમાણ 10 ટકાની આસપાસ હોય છે.

તબીબોના કહેવા મુજબ જે વ્યક્તિએ દારૂની પરમિટ માટે અરજી કરી હોય તેનુ તબીબી પરિક્ષણ કરવામાં આવે છે.  તણાવભર્યું જીવન, હાયપર ટેન્શન, અનિદ્રા જેવી સમસ્યા હોય તો તેવા સંજોગોમાં હેલ્થ પરમિટ આપવામાં આવે છે. પરંતુ હેલ્થ પરમિટ આપતાં અગાઉ તેને ખરેખર હેલ્થ પરમિટની જરૂર છે કે કેમ,અરજીકર્તાની ઉંમર, આવકનો દાખલો જેવી બાબતો ખૂબ જ બારીકાઇથી ચકાસવામાં આવે છે. આ બધી બાબતો ચકાસ્યા બાદ જ હેલ્થ પરમિટ આપવી કે કેમ તે નક્કી થાય છે. કોઇની પણ અરજીમાં શંકા જાય તો અરજી રીજેક્ટ કરવામાં આવે છે.

Advertisement

 

Advertisement
Tags :
9000 applications in the last 3 yearsAajna SamacharahmedabadBreaking News Gujaraticivil hospitalGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratiliquor permitlocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article