For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

JEE એડવાન્સના પરિણામમાં ટોપ 100માં ગુજરાતના 7 વિદ્યાર્થીઓનો સમાવેશ

05:47 PM Jun 02, 2025 IST | revoi editor
jee એડવાન્સના પરિણામમાં ટોપ 100માં ગુજરાતના 7 વિદ્યાર્થીઓનો સમાવેશ
Advertisement
  • અમદાવાદનો મોહિત ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મા ક્રમ સાથે ટોપર બન્યો
  • દેશભરમાંથી 82 લાખ વિદ્યાર્થીએ JEE એડવાન્સની પરીક્ષા આપી હતી
  • દેશની 23 IITમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે

અમદાવાદઃ JEE એડવાન્સ પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવતા ટોપ 100માં ગુજરાતના 7 વિદ્યાર્થીઓનો સમાવેશ થયા છે. દેશમાં પ્રતિષ્ઠિત ગણાતી 23 આઈઆઈટી અને એનઆટીમાં વિદ્યાર્થીઓને મેરીટને આધારે પ્રવેશ મળશે. JEE એડવાન્સની પરીક્ષામાં દેશભરના કેન્દ્રો પર લેવામાં આવી હતી. જેમાં પરિણામ જાહેર થતાં 360 પૈકી 332 માર્ક મેળવી રાજિત ગુપ્તા દેશભરમાં પ્રથમ આવ્યો છે. જ્યારે અમદાવાદનો મોહિત ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મા ક્રમ સાથે ગુજરાત ટોપર બન્યો છે. તેમજ સુરતનો અગમ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 17મા ક્રમ સાથે બીજા ક્રમે છે. દેશભરમાંથી 1.82 લાખ વિદ્યાર્થીએ JEE એડવાન્સની પરીક્ષા આપી હતી.

Advertisement

JEE એડવાન્સ પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું આગામી સમયમાં આઈઆઈટી, એનઆઈટી, ટ્રિપલ આઈટી અને જીએફટીઆઈ માટે કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવશે. કાઉન્સેલિંગના માધ્યમથી જ વિદ્યાર્થીઓને સંબંધિત સંસ્થાઓમાં પ્રવેશ ફાળવવામાં આવશે. JEEની ઓલ ઇન્ડિયા રેન્કમાં ટોપ 100માં ગુજરાતના 7 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદનો મોહિતે ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મા ક્રમ મેળવ્યો છે. જ્યારે સુરતના અગમ શાહે ઓલ ઇન્ડિયા રેન્કમાં 17મા ક્રમ મેળવ્યો છે. અમદાવાદના મનન પટેલે ઓલ ઇન્ડિયા રેન્કમાં 43મા ક્રમ મેળવ્યો છે. જ્યારે ઋષભે ઓલ ઇન્ડિયા રેન્કમાં 48મા ક્રમ, શિવેનએ ઓલ ઇન્ડિયા રેન્કમાં 58મા ક્રમ, અને કલ્પ શાહે ઓલ ઇન્ડિયા રેન્કમાં 86મા ક્રમ, તેમજ વડોદરાના આદિત ભગાડેએ ઓલ ઇન્ડિયા રેન્કમાં 94મા ક્રમ મેળવ્યો છે.

JEE એડવાન્સમાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને દેશની પ્રતિષ્ઠિત ગણાતી 23 IITમાં પ્રવેશ મળશે.જેમાં મુંબઈ, દિલ્હી, કાનપુર, ખરગપુર, મદ્રાસ, ગુવાહાટી, રૂરકી, હૈદરાબાદ, પટના, ભુવનેશ્વર, રોપાર, જોધપુર, ગાંધીનગર, ઇન્દોર, મંડી, વારાણસી, તિરુપતિ, પલક્કડ, ગોવા, જમ્મુ, ધરવડ, ધનબાદ અને ભિલાઈનો સમાવેશ થાય છે આ પરીક્ષા માટે દર વર્ષે અલગ-અલગ એક્ઝામિન બોડી હોય છે. જેમાં અલગ અલગ IIT ને પેપર પેટર્ન ફ્રેમ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવતી હોય છે. વર્ષ 2025ની JEE એડવાન્સ પરીક્ષાની પેપર પેટર્ન તૈયાર કરવાની જવાબદારી IIT કાનપુરને સોંપવામાં આવી હતી. JEE એડવાન્સનુ પેપર દુનિયાની તમામ પરીક્ષામાં સૌથી અઘરા પેપરોમાનું એક પેપર હોય છે. JEE એડવાન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ એમ 3 વિષયોની પરીક્ષા લેવામાં આવે છે. 18 મેના રોજ સવારે 9થી 12 અને બપોરે 2.30થી 5.30 વાગ્યા દરમિયાન એમ બે તબક્કામાં 2 પેપર લેવામાં આવ્યાં હતાં. આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement