For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સિક્કા નગરપાલિકાના 7 કોર્પોરેટરો ભાજપનો કેસરી ખેસ ઉતારીને કોંગ્રેસમાં જોડાયા

03:08 PM Oct 12, 2025 IST | Vinayak Barot
સિક્કા નગરપાલિકાના 7 કોર્પોરેટરો ભાજપનો કેસરી ખેસ ઉતારીને કોંગ્રેસમાં જોડાયા
Advertisement
  • કૃષિમંત્રી રાઘવજી પટેલના મત વિસ્તારમાં પડ્યુ ભંગાણ,
  • કોંગ્રેસને પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસનો ખેસ પહેરાવીને કોર્પોરેટરોનું સ્વાગત કર્યુ,
  • કોર્પોરેટરો સાથે કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાયા

અમદાવાદઃ ભાજપ શાસિત સિક્કા નગરપાલિકાના વર્તમાન ચેરમેન સહિતના ભાજપના નગરસેવકોએ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ સાત કોર્પોરેટરોને કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર આપ્યો હતો. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલના મત વિસ્તારમાં આવેલી સિક્કા નગરપાલિકામાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મોટો ઝટકો લાગ્યો છે. નગરપાલિકાના વર્તમાન કારોબારી ચેરમેન સહિત કુલ સાત કોર્પોરેટરોએ ભાજપનો સાથ છોડીને વિપક્ષી પાર્ટી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

Advertisement

જામનગર જિલ્લાના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. જામનગર નજીક આવેલી સિક્કા નગરપાલિકામાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મોટો ઝટકો લાગ્યો છે. નગર પાલિકાના વર્તમાન કારોબારી ચેરમેન સહિત કુલ સાત કોર્પોરેટરોએ ભાજપનો સાથ છોડીને વિપક્ષી પાર્ટી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. જામનગર જિલ્લામાં આ ઘટનાને પગલે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે અને ભાજપને મોટો ફટકો પડ્યો છે. આ તમામ નગરસેવકો કોંગ્રેસમાં જોડાતા સિક્કા નગરપાલિકાનું રાજકીય સમીકરણ બદલાયું છે
અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપા શાસિત સિક્કા નગરપાલિકાના વર્તમાન ચેરમેન જુસબભાઈ બરોયા, નગરસેવક  વલીમામદ મલેક,  અસગર હુંદડા,  રેશ્માબેન કુંગડા,  મામદભાઈ કુંગડા, રોશનબેન સુંભણીયા તથા  ઝુબેદાબેન વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના આમ આદમી પાર્ટી (આપ)માંથી છેડો ફાડીને આપના ગુજરાત એકમના ઓબીસી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મનંતકુમાર બાધારસિંહ પટેલ તથા તેમની સાથેના 100 જેટલા કાર્યકરો જોડાયા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement