For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં મુખ્ય સચિવએ ચાર્જ સંભાળ્યા બાદ 64 આઈએએસ અધિકારીઓની સાગમટે બદલીઓ

06:38 PM Feb 01, 2025 IST | revoi editor
ગુજરાતમાં મુખ્ય સચિવએ ચાર્જ સંભાળ્યા બાદ 64 આઈએએસ અધિકારીઓની સાગમટે બદલીઓ
Advertisement
  • અમદાવાદના મ્યુનિ. કમિશનર તરીકે બેછાનીધિ પાનીની નિમણુંક
  • અમદાવાદના કલેકટર  પ્રવિણા ડીકેની પ્રમોશન સાથે બદલી
  • એસટી નિગમના એમડી તરીકે નાગરાજની નિમણૂંક

ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ પદભાર સંભાળ્યા બાદ રાજ્યના 64 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 64  IASની બઢતી અને બદલીના આદેશ કરાયા છે. જેમાં બંછાનીધી પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે.

Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કરે તેના પહેલાં જ તેમની બદલી કરી દેવામાં આવી છે. અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડીકેને પણ પ્રમોશન આપીને GIDCના વાઈસ ચેરમેન તેમજ એમડી બનાવવામાં આવ્યા છે. મહેસાણાના કલેક્ટર નાગરાજ એમ.ને પણ પ્રમોશન આપીને ગુજરાત એસટી નિગમના એમડી તરીકે મુકવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી દ્વારા બદલી અને બઢતીના આદેશ કરાયા છે. જેમાં ડૉ. વિનોદ રામચંદ્ર રાવને સરકારના સચિવ, શ્રમ. કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને HAGના પગાર ધોરણમાં બઢતી આપી સરકારના અગ્ર સચિવના હોદ્દા પર અને સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ છે. એમ. થેન્નારસન, મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદને સરકારના સરકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે અનુપમ આનંદ, કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટને વાહનવ્યવહાર કમિશનર તરીકે કામ કરવાનું ચાલુ રાખવા માટે નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય મિલિંદ શિવરામ તોરાવણે મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ને  ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (GSPC) તરીકે નિમણૂક આપવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement