For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના એરપોર્ટ પર જેહાદથી આવેલા પ્રવાસી પાસેથી 500 ગ્રામ સોનાનો જથ્થો મળ્યો

04:51 PM Feb 21, 2025 IST | revoi editor
અમદાવાદના એરપોર્ટ પર જેહાદથી આવેલા પ્રવાસી પાસેથી 500 ગ્રામ સોનાનો જથ્થો મળ્યો
Advertisement
  • કસ્ટમ વિભાગે 44 લાખથી વધુનો સોનાનો જથ્થો જપ્ત કર્યો
  • પ્રવાસીના ખિસ્સામાંથી 500 ગ્રામ વજનની સોનાની બે ચેઈન મળી
  • પ્રવાસી કસ્ટમના અધિકારીઓને જોઈને ગભરાઈ ગયો

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જેદાહથી આવેલી ફલાઇટના પ્રવાસીઓના ચેકિંગ દરમિયાન કસ્ટમના અધિકારીને જોઈને એક પ્રવાસી ગભરાયેલો જણાતા તેની તલાસી લેતા તેની પાસેથી 44.75 લાખની કિંમતની 500 ગ્રામ સોનાની બે ચેઇન મળી આવતા કબજે કરવામાં આવી હતી. આ સોનું કોના માટે અને કેમ લાવ્યા હતા તેની પાછળ તેને કેટલી રકમ ચૂકવવાના હતા વગેરે બાબતે કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે, અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર જેદાહથી  ફ્લાઈટ સવારે 9 વાગ્યે લેન્ડિગ થઈ હતી. આ ફલાઈટમાં પ્રવાસીઓની કસ્ટમ વિભાગ દ્વારા ચકાસણી ચાલી રહી હતી. ત્યારે ચકાસણી દરમિયાન ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થતાં 'બીપ બીપ' અવાજ આવતાં જ કસ્ટમ વિભાગના અધિકારીઓ સાવચેત થઈ ગયા હતા અને પ્રવાસી પાસેની હેન્ડ બેગની ચકાસણીમાં કશું હતું નહી. જેથી તેની ચકાસણી કરતાં પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં લપેટેલી હાલતમાં સોનાની બે ચેઇન મળી આવી હતી. તે કબજે લઈને વજન કરતા 500 ગ્રામ હોવાનું જણાઈ આવ્યું હતું. તેની બજાર કિંમત 44.75 લાખ હતી. આ પ્રવાસી ચેઇન અંગે સંતોષકારક જવાબ નહીં આપી શકવાની સાથે બિલ પણ નહીં હોવાથી ચેઇન કબજે લેવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સોનાના ભાવ વધતાં વિદેશથી સોનું લાવવાની દાણચોરી ઉત્તરોતર વધતી જાય છે. કેટલાક પ્રવાસીઓ અમદાવાદથી દુબઇ જાય છે ત્યાંથી જેદાહ થઈને પરત અમદાવાદ આવે છે. પ્રવાસીઓ 50 લાખથી ઓછી કિંમત હોય તો કાયદા મુજબ તેઓની ધરપકડ થતી નહીં હોવાનું જાણતા હોવાથી ઓછી કિંમતની વસ્તુઓ લાવે છે. પરંતુ કસ્ટમ વિભાગે અમદાવાદના મુસાફર પાસેથી સોનું કબજે લઈને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement