For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં 4 અકસ્માતોના બનાવોમાં બે મહિલા સહિત 5નાં મોત

06:08 PM Dec 18, 2024 IST | revoi editor
સુરેન્દ્રનગર જિલ્લામાં 4 અકસ્માતોના બનાવોમાં બે મહિલા સહિત 5નાં મોત
Advertisement
  • ધ્રાંગધ્રાના રાજસીતાપુર ગામ પાસે બે બાઈક સામસામે અથડાયા,
  • સાયલાના હડાળા નજીક એક્ટિવા સ્લીપ થતાં શિક્ષિકાનું મોત
  • ગોસળના પાટિયા પાસે આયસર અને કાર અથડાતા મહિલાનું મોત

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોજ અકસ્માતના બનાવો વધતા જાય છે. વધુ જુદા જપદા ચાર અકસ્માતોમાં બે મહિલા સહિત 5ના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ સાતીપુર ગામ પાસે બે બાઈક વચ્ચે સર્જાયો હતો, જેમાં બન્ને બાઈકચાલક યુવાનોના મોત નિપજ્યા હતા. જ્યારે બીજો અકસ્માતનો બનાવ સાયલા તાલુકાના હડાળા નજીક બન્યો હતો જેમાં શાળાના શિક્ષિકાનું એક્ટિવા સ્લીપ થતાં તેનું મોત નિપજ્યું હતુ. ત્રીજો અકસ્માતનો બનાવ સાયલા બાયપાસ પાસે બન્યો હતો જેમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યું હતુ. જ્યારે ચોથા બનાવમાં સાયલા નજીક આઈસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં કારસવાર મહિલાનું મોત નિપજ્યું હતુ.

Advertisement

પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે,  ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામ પાસે આવેલા પંપ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલા બે બાઈક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં અલગ-અલગ બાઈક પર સવાર ભરતભાઈ બાબુભાઈ વિઠલાપરા (રહે.પેઢડા) અને ગુલાબભાઈ રમેશભાઈ મછાર (રહે.વાલીયા  જી.પંચમહાલ) બંને યુવા ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. બનાવને પગલે લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા.

અકસ્માતનો બીજો બનાવ સાયલા તાલુકાના હડાળા નજીક બન્યો હતો. સખપરના આચાર્ય રેખાબેન હડાળા બોર્ડથી ધાંધલપુર રોડ ઉપર સોલાર પ્લાન્ટ પાસેથી એક્ટિવા લઈ જઇ રહ્યાં હતા. ત્યારે પશુ આડુ ઉતરતા એક્ટિવા સ્લીપ થઇ જતાં રેખાબેનનું મૃત્યુ થયું હતું. રેખાબેનના મૃતદેહને ચોટીલાની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો

Advertisement

અકસ્માતનો ત્રીજો બનાવ સાયલાના બાયપાસ પાસે નોંધાયો છે. સાયલાના બાયપાસ પાસે પાર્કિંગ કરેલા ટ્રક સાથે ટ્રક અથડાતા કરસનભાઈ રામજીભાઈ સાગરકા (રહે. માંગરોળ, ઉં.વ. 64)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે પ્રથમ સાયલાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી ઇજાગ્રસ્તને સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, ઇજાગ્રસ્તની હાલત વધુ ગંભીર હોય ત્યાંથી તેમને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, ત્યાં સારવાર કારગર નિવડે તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું.

અકસ્માતનો ચોથો બનાવ ગોસળના બોર્ડ પાસે રાત્રી દરમિયાન બન્યો હતો. જેમાં આઇસર સાથે કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલા જયશ્રીબેન મનહરભાઈ પાલા (રહે. જામનગર, ઉ.વ. 54)નું મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર દિનેશભાઈ ધનજીભાઈ પોલરા (રહે. જામનગર, ઉં.વ.62)ને અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement