For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં એક મહિલા સહિત 5ના મોત

06:39 PM May 12, 2025 IST | revoi editor
ધોલેરા ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં એક મહિલા સહિત 5ના મોત
Advertisement
  • સાંઢિડા નજીક સ્કોર્પિયા અને કીયા કાર વચ્ચે અકસ્માત સર્જાયો
  • અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

 અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ધોલેરા-ભાવનગર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો, ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે સવારે બે કાર સામસામી અથડાતા એક મહિલા અને ત્રણ પુરુષો સહિત કુલ 5 લોકોના મોત થયા છે. અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકોના ટોળેટાળાં ઉમટી પડ્યા હતા. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક આજે સવારે. બે કાર વચ્ચેની સામસામી ટક્કરમાં એક મહિલા અને ત્રણ પુરુષ સહિત કુલ 5 લોકોનાં મૃત્યુ થયાં છે. પ્રાથમિક માહિતી અનુસાર, સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સસિટી વિસ્તારમાં રહેતા હોવાનું, જ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલિતાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં ગોરધનભાઇ ગોબરભાઈ ડોબરીયા, અશોકભાઈ ગોબરભાઈ ડોબરીયા, ગૌરવભાઈ ગોબરભાઈ ડોબરીયા. અને તીર્થ ગૌરવભાઈ ડોબરીયા તથા દિશાબેન કિરીટભાઇ પ્રબતાણીનો સમાવેશ થાય છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ધોલેરા-ભાવનગર હાઈવે પર સાઢિડા નજીક  ભાવનગર તરફથી આવી રહેલી કિયા કાર અને ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહેલી સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા મહિલા સહિત 5ના મોત થયા હતા. આ અકસ્માતને લીધે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ધોલેરા પોલીસને બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રાહત બચાવ કાર્ય તથા ટ્રાફિક નિયમન શરૂ કરાવ્યું હતું. 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

સ્થાનિક લોકોના કહેવા મુજબ ધોલેરા ભાવનગર હાઇવેનું કામ ચાલી રહ્યું છે ગોકળગતીએ ચાલતા આ કામ ને કારણે પાછલા કેટલાક સમયથી આ માર્ગ પર અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા છે આજે સાંઢીડાના પાટીયા નજીક ભાવનગર તરફથી મૂળ પાલીતાણાના રહેવાસી લોકો કિયા કારમાં ધોલેરા તરફ આવી રહ્યા હતા ત્યારે ધોલેરા તરફથી ભાવનગર બાજુ જઈ રહેલી સ્કોર્પિયો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્કોર્પિયો કાર પલટીને રોડની નીચે ગઈ હતી. અકસ્માતની જાણ થતા ધોલેરા 108 ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ દુર્ઘટનામાં ઘાયલ લોકોને સારવાર અર્થે ભાવનગર ખાતે લઈ જવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement