હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સુરેન્દ્રનગરના 49 ગામોને સિંચાઈ માટે નર્મદાના પાણીનો લાભ અપાશે : કુંવરજી બાવળીયા

05:49 PM Mar 03, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મુળી અને સાયલા વિસ્તાર આજથી 25-20  વર્ષ પહેલા સુકો ભઠ્ઠ હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ મા નર્મદાના વધારાના વહી જતા નીરને 'સૌની યોજના' થકી સૌરાષ્ટ્રને આપવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો. ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની સરકાર ‘જે બોલે છે તે કરે છે’ તે મંત્રને ચરિતાર્થ કરતા સુરેન્દ્રનગરના વઢવાણ, મુળી તથા સાયલા તાલુકાના 38 ગામોને સૌની યોજના થકી સિંચાઈનો લાભ આપવામાં આવશે, આ માટેની ટેન્ડરની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. આ સિવાય હળવદના 11 ગામોને પણ આ યોજના હેઠળ પાણી આપવા માટે રૂ. 41 કરોડના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે‌,આમ કુલ 49 ગામોને નર્મદાના પાણીનો લાભ મળશે તેમ‌, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી  કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું.

Advertisement

મંત્રી  કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા કહ્યું કે, આ સિવાય સૌની યોજના હેઠળ વઢવાણ, મૂળી અને ધ્રાંગધ્રા વિસ્તારમાં રૂ. 293 કરોડના કામો મંજૂર કરીને તેના વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. ઉપરાંત વધુમાં આ વિસ્તારના 44 ગામોને સૌની યોજના હેઠળ પાણી મળી રહે તે માટે  અગાઉ શરૂ કરાયેલી રૂ. 265  કરોડની યોજના અંતિમ તબક્કામાં છે જેના પરિણામે અંદાજે 2707 હેક્ટર વિસ્તારને પિયતનો લાભ મળશે તેમ, મંત્રીએ ગૃહમાં વિગતો આપતાં ઉમેર્યું હતું.

Advertisement
Advertisement
Tags :
49 villagesAajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNarmada water for irrigationNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharsurendranagarTaja Samacharviral news
Advertisement
Next Article