ડીસામાં 17.50 લાખની કિંમતનો 4000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો
- પેઢીનું લાયસન્સ અગાઉ રદ કરાયું હોવા છતાં નકલી ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હતું
- ઘીમાં સોયાબીન અને ઇન્ટરએસ્ટરી ફાઇડ વેજીટેબલ ફેટની ભેળસેળની શંકા
- ઘીનો જથ્થો રાજસ્થાન મોકલવાનો હતો
ગાંધીનગરઃ રાજ્યમાં શુદ્ધ ઘીના નામે નકલી ઘી વેચાય રહ્યાની ફરિયાદો મળતા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ડીસામાં ગઈ તા. 8મી મેના રોજ તંત્ર દ્વારા એક પેઢીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું. આમ છતાંયે પેઢી દ્વારા કથિત નકલી ઘી બનાવીને એનું વેચાણ કરવામાં આવતું હોવાથી માહિતી મળતા પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીનું લાઈસન્સ રદ્દ કરી દીધુ હોવા છતાં ઘી નું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું, આથી ઘીમાં સોયાબીન અને ઇન્ટરએસ્ટરી ફાઇડ વેજીટેબલ ફેટની ભેળસેળની શંકા જતા તંત્ર કાયદા હેઠળની કાર્યવાહી કરતા સંજયકુમાર બાબુલાલ મહેસુરીયાની હાજરીમાં ઘીની અલગ -અલગ બ્રાંડ અને વજનના કુલ 11 (અગિયાર) નમુના લેવામાં આવ્યા હતા. અને અંદાજીત કિંમત આશરે રૂ. 17.50 લાખ અને વજન આશરે 4000 કિગ્રા શંકાસ્પદ ઘીને જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટીબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, બનાસકાંઠા દ્વારા તારીખ 08/05/2024ના રોજ મે. નવકાર ડેરી પ્રોડક્ટસ, પ્લોટ નંબર-51, જી.આઇ.ડી.સી., ડીસા, બનાસકાંઠા ખાતે તપાસ કરવામાં આવેલ જેમાં સ્થળ પર ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ (લાયસન્સીંગ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ ફુડ બિઝનેશ) રેગ્યુલેશન, 2011ની જોગવાઇઓનું ભંગ થતા જોવા મળેલ જે બદલ તંત્ર દ્વારા પેઢીને કલમ -32 હેઠળ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવેલ હતી પરંતુ પેઢી દ્વારા બે વખત તક આપવા છતાં તેની પુર્તતા ન કરવામાં આવતા પેઢીનું લાઈસન્સ તારીખ 04/10/2024 ના રોજ રદ્દ કરવામાં આવેલ હતું.
તારીખ: 25/02/2025ના રોજ તંત્ર દ્વારા પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીનું લાઈસન્સ રદ્દ કરી દીધુ હોવા છતાં ઘી નું ઉત્પાદન કરતી માલૂમ પડેલ. આથી, પેઢીના તપાસ કરતા અને પેઢીના જવાબદાર સંજયકુમાર બાબુલાલ મહેસુરીયાની પૂછપરછ કરતા ઘીમાં સોયાબીન અને ઇન્ટરએસ્ટરી ફાઇડ વેજીટેબલ ફેટની ભેળસેળ ની શંકા જતા તંત્ર કાયદા હેઠળ ની કાર્યવાહી કરતા સંજયકુમાર બાબુલાલ મહેસુરીયાની હાજરીમાં ઘીની અલગ -અલગ બ્રાંડ અને વજનના કુલ 11 (અગિયાર) નમુના લેવામાં આવ્યા હતા. ઉક્ત ઘીનો જથ્થો રાત્રે બનાવી તેને તહેવારો દરમ્યાન રાજસ્થાન વેચવા માટે જવાનો હતો, જે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે, જેની અંદાજીત કિંમત આશરે રૂ. 1750 લાખ અને વજન આશરે 4000 કિગ્રા થવા જાય છે. (File photo)