For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

M S યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને ફુડ પોઈઝનિંગ, 95ને હોસ્પિટલ ખસેડાઈ

04:15 PM Jul 09, 2025 IST | revoi editor
m s યુનિ ની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને ફુડ પોઈઝનિંગ  95ને હોસ્પિટલ ખસેડાઈ
Advertisement
  • 350 સ્ટુડન્ટને ભોજન લીધા બાદ મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો,
  • ભોજનમાં પનીર ભુરજી, ખીર, રોટલી અને ભાત ખાધા બાદ ઝાડા-ઊલટી થઈ,
  • FSL અને આરોગ્ય વિભાગની ટીમે મેસમાં તપાસ હાથ ધરી

વડોદરાઃ શહેરની એમ એસ યુનિર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 350 વિદ્યાર્થિનીઓએ ભોજન લીધા બાદ ઝાડા-ઊલટી અને પેટમાં દુખાવો શરૂ થયો હતો. એક સાથે વિદ્યાર્થિનીઓને ફુડ પોઈઝનિંગ થતાં જ અફડા-તફડી મચી ગઈ હતી. અને વધુ અસર થઈ હતી એવી 95  વિદ્યાર્થિનીઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમની સ્થિતિ સ્ટેબલ છે. આ બનાવની જાણ થતાં પોલીસ અને મ્યુનિની હેલ્થ વિભાગની ટીમો દોડી ગઈ હતી, અને વિદ્યાર્થિનીઓએ લીધેલા ભોજનના સેમ્પલ લેવાયા હતા. વિદ્યાર્થિનીઓએ પનીર ભુરજી, ખીર, રોટલી અને ભાત ખાધા ફૂડ પોઈઝનિંગ થયું હતું.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, વડોદરાની પ્રતિષ્ઠિત ગણાતી એમ એસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ સાંજે ભોજન લીધા બાદ ઝેરી અસરને લીધે કેટલીક વિદ્યાર્થિનીઓને ઝાડા-ઊલટી થવા લાગી હતી. જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓએ પેટમાં દુઃખાવાની ફરિયાદ કરવા લાગી હતી. આથી 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા 95 વિદ્યાર્થિનીઓને એક પછી એક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.  વિદ્યાર્થિનીને સયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવની જાણ થતાં પોલીસ અને મ્યુનિની હેલ્થ વિભાગની ટીમો દોડી ગઈ હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતાના ખોરાક શાખાની ફૂડ સેફટી ઓફિસરોની ટીમ દ્વારા હોસ્ટેલના કેન્ટીન કિચનમાંથી ફૂડ, રો-મટીરીયલ અને પાણીના મળી કુલ 32 નમુના તપાસ માટે લીધા હતા.  આ વિદ્યાર્થિનીઓએ રાત્રે પનીરનું શાક, ખીર, રોટલી, દાળ, ભાત વગેરે ખાધા હતા. ઓફિસરોએ ફૂડ ઉપરાંત રોમટીરીયલ દાળ, ચોખા, કઠોળ ,અથાણું, પનીર વગેરેના 26 નમૂના લીધા હતા. જ્યારે  જે ટાંકીમાંથી પાણી  આવતું હતું, તેના છ નમૂના લીધા હતા. આ તમામ નમુના એનેલીસીસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે કિચનમાં સ્વચ્છતા જાળવવા માટે નોટિસ પણ ફટકારી હતી.

આ અંગે ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, મ્યુનિના આરોગ્ય વિભાગની ટીમો આ મેસ ખાતે પહોંચી છે, અહીંયા સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે જેને લઈ નોટિસ આપી છે. FSL ટીમ પણ સ્થળ પર કામગીરી કરી રહી છે.  આ અંગે MS યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ-ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે યુનિવર્સિટીના એસ.ડી હોલમાં જમ્યા બાદ આ ઘટના બની છે. ચાર હોલની દીકરીઓ મેસમાં જમી હતી. ત્યારબાદ 300થી વધુ વિદ્યાર્થિનીઓમાંથી 70થી 80 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ગઈકાલે પહેલો દિવસ હતો. 15થી 20 વિદ્યાર્થિનીઓને ડિસ્ચાર્જ કરવામાં આવી છે અને તમામની સ્થિતિ હાલ સારી છે. તેઓએ રાત્રે પનીરની સબ્જી અને દાળ-ભાત પાપડને બધું ખાધું હતું. આ બાબતે મેસમાં શું સ્થિતિ છે તે ચકાસી અને કાર્યવાહી કરીશું.

Advertisement

 

Advertisement
Tags :
Advertisement