For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનના 300 સફાઈ કામદારોને બે મહિનાથી પગાર મળ્યો નથી

05:17 PM Jul 15, 2025 IST | Vinayak Barot
સુરેન્દ્રનગર મ્યુનિ કોર્પોરેશનના 300  સફાઈ કામદારોને બે મહિનાથી પગાર મળ્યો નથી
Advertisement
  • કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ પગારથી વચિંત રહેતા મુશ્કેલીમાં મુકાયા,
  • મ્યુનિના અધિકારીઓએ કોન્ટ્રારટરની જવાબદારી હોવાનું કહીને હાથ ઊચા કરી દીધા,
  • સફાઈ કામદારો હડતાળ પાડશે

સુરેન્દ્રનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. પણ કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા બે મહિનાથી સફાઈ કર્મચારીઓને પગાર ચૂંકવવામાં આવ્યો નથી.તેથી 300થી વધુ સફાઈ કામદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સફાઈ કામદારોને ત્વરિત પગાર ચૂંકવવામાં આવશે નહીં તો સફાઈ કામદારો હડતાળ પાડશે.

Advertisement

સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ બેઇઝમાં અંદાજીત 300થી વધુ રોજમદાર સફાઇ કામદારો કામ કરી રહ્યા છે. ત્યારે 2 મહિનાથી કોન્ટ્રાક્ટરોએ પગાર આપ્યો નથી. જે અંગે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઇ પાટડીયા તથા સફાઇ કામદારોએ મનપા તથા કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. જે મુજબ રોજમદાર સફાઇ કામદારોને મે 2025 અને જૂન 2025ના મહિનાનો પગાર થયો નથી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા સફાઇ કામદારોને નિયમિત ધોરણે પગાર આપવામાં આવતો નથી તેની પ્રથમ દ્રષ્ટીએ સફાઇ કામદારોને નિયમિત પગાર આપવાની પ્રાથમિક જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. તેમજ જો કોન્ટ્રાક્ટર પગાર ચૂકવવામાં નિષ્ફળ જાય તો મુખ્ય માલિક પગાર ચૂકવવા જવાબદાર છે. તેથી નગરપાલિકાએ પગાર આપવો ફરજીયાત છે. નથી. આ બાબતની ગંભીરતા લઇ સમસ્યા દૂર કરવા માંગ કરી અને દર મહિને 1થી 10 તારીખમાં પગાર થાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી. જો તેમ નહીં કરાય તો સફાઇ કામગીરી બંધ કરવાની ચીમકી આપી હતી. (file photo)

Advertisement

Advertisement
Tags :
Advertisement