For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભૂજના રતિયા ગામે પ્રાથમિક શાળાના છતના પોપડા પડતા 3 વિદ્યાર્થીઓને ઈજા

05:56 PM Jun 13, 2025 IST | revoi editor
ભૂજના રતિયા ગામે પ્રાથમિક શાળાના છતના પોપડા પડતા 3 વિદ્યાર્થીઓને ઈજા
Advertisement
  • પ્રા. શાળામાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા ત્યારે જ પોપડા પડ્યા,
  • ત્રણ વિદ્યાર્થીને ઈજા થતાં ભૂજમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયા,
  • DPEOએ તપાસ માટે ટીમ શાળામાં મોકલી

ભુજઃ રાજ્યમાં સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાંયે ઘણી શાળાઓના જર્જરિત મકાનો હોવાથી બાળકો ભયના ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે. ભૂજ તાલુકાના રતીયા ગામની સરકારી પ્રાથમિક શાળાની લોબીની છતના પોપડા ખરી પડતા ત્રણ વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. ઘવાયેલા વિદ્યાર્થીઓને સારવાર માટે ભુજની જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એક ટીમ બમનાવીને તપાસ માટે રવાના કરી છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, ભૂજના રતીયા ગામની સરકારી પ્રાથમિક શાળાની લોબીની છતના પોપડા ખરી પડતા ત્રણ વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી ઘવાયેલા વિદ્યાર્થીઓમાં ધોરણ 1માં અભ્યાસ કરતા 7 વર્ષીય અસફાક અબ્દુલ અને ધોરણ 4ની વિદ્યાર્થિની સનાયા લિયકત બોરીયાને માથાના ભાગે ટાંકા આવ્યા હતા. જ્યારે કરણ સામજી કોલીને પગના ભાગે સામાન્ય ઈજા થઈ છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર, ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાળાના આચાર્ય હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઘવાયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની મુલાકાત લીધી હતી. દરમિયાન  જિલ્લા પ્રાથમિક વિભાગના ઇન્ચાર્જ અધિકારી કમલેશ કટારીયાએ જણાવ્યું કે ખાસ તપાસ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ ટીમ શાળામાં સમારકામની જરૂરિયાત અને તેના અમલીકરણમાં થયેલા વિલંબ અંગે તપાસ કરશે. જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ પગલાં લેવામાં આવશે.

રતિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8 સુધીમાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ઘટનાથી સ્થાનિક વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. શાળાના આચાર્યે અગાઉ જિલ્લા શિક્ષણ વિભાગને સમારકામ અંગે અરજી કરી હતી, પરંતુ કામગીરી ન થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement