For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે "રાજ્યોમાં ફાયર સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ" હેઠળ 3 પ્રોજેક્ટ્સને મંજૂરી

06:29 PM Nov 11, 2024 IST | revoi editor
છત્તીસગઢ  ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે  રાજ્યોમાં ફાયર સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ  હેઠળ 3 પ્રોજેક્ટ્સને મંજૂરી
Advertisement

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે "રાજ્યોમાં ફાયર સર્વિસીસના વિસ્તરણ અને આધુનિકીકરણ" હેઠળ રૂ. 725.62 કરોડના ત્રણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સમિતિએ છત્તીસગઢ માટે રૂ. 147.76 કરોડ, ઓડિશા માટે રૂ. 201.10 કરોડ અને પશ્ચિમ બંગાળ માટે રૂ. 376.76 કરોડ મંજૂર કર્યા છે. એચએલસીમાં નાણાં મંત્રી, કૃષિ મંત્રી અને ઉપાધ્યક્ષ નીતિ આયોગનાં સભ્ય છે.

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આપત્તિ પ્રતિકારક ભારતનાં વિઝનને સાકાર કરવા ગૃહ મંત્રી અમિત શાહનાં માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયે દેશમાં આપત્તિઓનું અસરકારક વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે કેટલીક પહેલો હાથ ધરી છે. ભારતમાં આપત્તિ જોખમ ઘટાડવાની પ્રણાલીને મજબૂત બનાવીને આપત્તિઓ દરમિયાન જાનમાલને વ્યાપક નુકસાન થતું અટકાવવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે "રાજ્યોમાં ફાયર સર્વિસીસના વિસ્તરણ અને આધુનિકીકરણ" માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એનડીઆરએફ) હેઠળ કુલ રૂ. 5000 કરોડની ફાળવણી કરી છે. કુલ રૂ. 2542.12 કરોડના ખર્ચે 15 રાજ્યોની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે.

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષ દરમિયાન રાજ્યોને રૂ. 21,026 કરોડથી વધારે રકમ રીલિઝ કરવામાં આવી છે. તેમાં 26 રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)માંથી રૂ. 14,878.40 કરોડ, 15 રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એનડીઆરએફ)માંથી રૂ. 4,637.66 કરોડ, 11 રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (એસડીએમએફ)માંથી રૂ. 1,385.45 કરોડ અને 03 રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (એનડીએમએફ)માંથી રૂ. 124.93 કરોડનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement