યમુનોત્રી હાઇવે પર ચામી નજીક પિકઅપ વાહન ખીણમાં ખાબકતા 3ના મોત
01:18 PM Apr 14, 2025 IST
|
revoi editor
Advertisement
લખનૌઃ ઉત્તરભારતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન યમુનોત્રી હાઈવે પર ચામી નજીકથી પૂરઝડપે પસાર થતા પીકઅપના ચાલકે વાહન ઉપરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉતરી કરી હતી અને ખીણમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થયાં હતા.
Advertisement
પ્રાપ્ત માહિતી અનુસાર યમુનોત્રી હાઇવે પર ચામી નજીક ડામટા ખાતે એક પિક-અપ વાહનને અકસ્માત નડ્યો હતો. જેમાં ડ્રાઇવર સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતો. અકસ્માત થયો ત્યારે પિકઅપ વાહન કરિયાણાનો સામાન લઈને મોરી જઈ રહ્યું હતું. દમતા (ઉત્તરકાશી) માં એક યુટિલિટી વાહન ખાઈમાં ખાબકી ગયાની માહિતી મળતાં, SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. નૌગાંવ ચોકીના ઇન્ચાર્જ એસઆઈ રાજેશ કુમારે ત્રણેય લોકોના મોતની પુષ્ટિ કરી છે. ખાડામાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા, જેની ઓળખ હજુ સુધી થઈ નથી.
Advertisement
Advertisement
Next Article