For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં 3.5 કિમી લંબાઈનો ફ્લાઈઓવર બ્રિજ તૈયાર, હવે ટુંકમાં લોકાર્પણ કરાશે

05:09 PM Oct 06, 2025 IST | Vinayak Barot
જામનગરમાં 3 5 કિમી લંબાઈનો ફ્લાઈઓવર બ્રિજ તૈયાર  હવે ટુંકમાં લોકાર્પણ કરાશે
Advertisement
  • 226 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાઈઓવરમાં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ,
  • બ્રિજ ઉપર રિફ્લેક્ટર્સ, પીળા-કાળા-સફેદ પટ્ટા લગાવવાની કામગીરી અંતિમ તબક્કામાં,
  • ઓવરબ્રિજ નીચે પેઈડ પાર્કિંગ-ફૂડ ઝોન બનાવાશે,

જામનગરઃ શહેરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ગણાતો 3.5 કિમી લંબાઈનો ફ્લાઈઓવર બ્રિજ તૈયાર થઈ ગયો છે. અને આ ફ્લાઈઓવર બ્રિજનું ટુંક સમયમાં જ  લોકાર્પણ કરવામાં આવશે. હાલ બ્રિજ ઉપર રિફ્લેક્ટર્સ, પીળા-કાળા-સફેદ પટ્ટા લગાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. બ્રિજ પર લાઈટો પણ લગાવી દેવામાં આવી છે. આ ફ્લાઈઓવર બ્રિજથી શહેરીજનોને ફાયદો થશે.

Advertisement

જામનગર શહેરમાં ચાર વર્ષ પહેલા એટલે કે, ઓગસ્ટ 2021થી નિર્માણાધીન સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.5 કિલોમીટરનો ફ્લાયઓવર ₹226 કરોડના ખર્ચે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. હાલ બ્રિજ નીચેના ભાગમાં પાર્કિંગ, સર્વિસ રોડ અને બ્રિજ ઉપર રિફ્લેક્ટર્સ, પીળા-કાળા-સફેદ પટ્ટા લગાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. બ્રિજ પર લાઈટો પણ લગાવી દેવામાં આવી છે. 10 દિવસમાં આ બ્રિજનું લોકાર્પણ થઈ શકે તેવી તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.

રાજ્ય સરકારે જામનગર શહેરના સુભાષબ્રિજથી સાત રસ્તા સુધીના ફ્લાયઓવર માટે ₹197 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. 3450 મીટર લાંબો આ બ્રિજ 139 પિલર્સ પર ઊભો કરવામાં આવ્યો છે. આ ફ્લાયઓવરને ઈન્દિરા માર્ગ પર સાત રસ્તાથી ઓશવાળ સેન્ટર વચ્ચે, તેમજ ખંભાળિયા રોડ પર ઓશવાળ સેન્ટરના બીજા મુખ્ય દરવાજા તરફ એક-એક ટુ-ટ્રેક રેમ્પ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, સુભાષબ્રિજથી આવતા વાહનો માટે અને સાત રસ્તા સર્કલમાં જાડાના બિલ્ડિંગ પાસે પણ એક રેમ્પ બનાવવામાં આવ્યો છે. મુખ્ય બ્રિજ 15 મીટર પહોળો એટલે કે ફોર-ટ્રેક છે.  હાલ આ બ્રિજ નીચેના ભાગમાં કામગીરી ચાલુ છે. આ ઓવરબ્રિજ નીચેની વિવિધ જગ્યાઓમાં પેઈડ પાર્કિંગ, ફૂડ ઝોન, ગેમ ઝોન અને નાગરિકોને જામનગર મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ મળી રહે તે માટે સિવિક સેન્ટર ઊભું કરવામાં આવશે. આમ, તંત્ર બ્રિજ નીચેના પિલરો વચ્ચેના ગાળાનો વ્યાપારી અને સેવાના હેતુસર ઉપયોગ કરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement