For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ફાગવેલને તાલુકાનું મુખ્ય મથક જાહેર કરાતા 24 ગ્રામ પંચાયતોએ હાઈકોર્ટમાં કરી રિટ

05:04 PM Oct 14, 2025 IST | Vinayak Barot
ફાગવેલને તાલુકાનું મુખ્ય મથક જાહેર કરાતા 24 ગ્રામ પંચાયતોએ હાઈકોર્ટમાં કરી રિટ
Advertisement
  • ગુજરાત સરકારે અગાઉ કાપડીવાવ (ચીખલોડ)ને તાલુકા મથક જાહેર કર્યું હતું,
  • સરકારના નિર્ણ સામે વિરોધ થતાં સરકારે ફાગવેલને તાલુકા મથક જાહેર કર્યુ,
  • કપડવંજના 24 ગામોએ કાપડીવાવ (ચીખલોડ)ને જ વડું મથક રાખવા માંગણી કરી

નડિયાદઃ  ખેડા જિલ્લાના નવ રચિત ફાગવેલ તાલુકાનો વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. અગાઉ ફાગવેલ તાલુકો જાહેર કરવા સાથે મુખ્ય તાલુકા મથક કાપડીવાવ (ચીખલોડ)ની જાહેરાતનો વિરોધ થયો હતો. બાદમાં રાજ્ય સરકારે ફાગવેલને મુખ્ય મથક બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે કપડવંજ તાલુકાના 24 ગ્રામ પંચાયતોએ ફાગવેલને તાલુકા મથક બનાવવાનો  વિરોધ કરી હાઈકોર્ટમાં રિટ કરીને કાપડીવાવને જ વડુ મથક રાખવા માંગણી કરી છે.

Advertisement

ખેડા જિલ્લામાં નવ રચિત ફાગવેલ તાલુકો હવે કાયદાકીય વિવાદમાં ફસાયો છે. રાજ્ય સરકારે અગાઉ પ્રસિદ્ધ કરેલા ગેઝેટ મુજબ કાપડીવાવ (ચીખલોડ)ને ફાગવેલ તાલુકાનું વડું મથક જાહેર કર્યું હતું. પરંતુ બાદમાં ફાગવેલ ગામ તથા આજુબાજુના વિસ્તારોના લોકોએ વિરોધ કરીને આંદોલન કર્યા બાદ, સરકારે ફાગવેલને જ તાલુકા મથક જાહેર કરતુ નોટિફિકેશન જારી કર્યુ હતુ.

આ નિર્ણયનો વિરોધ કરતાં કપડવંજ તાલુકાના 24 ગ્રામ પંચાયતોએ ગામોમાં ગ્રામસભાઓ બોલાવી સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો કે, સરકાર પહેલાં જાહેર કરેલા ગેઝેટ મુજબ કાપડીવાવ (ચીખલોડ)ને જ તાલુકા મથક રાખવામાં આવે, અથવા તો તમામ 24 ગામોને કપડવંજ તાલુકામાં જ યથાવત રાખવામાં આવે. ઉપરાંત દરેક ગામની ગ્રામસભાએ કાયદાકીય લડત આપવા તેમજ જરૂરી ખર્ચ કરવા માટેની સત્તા પોતાના સરપંચોને સર્વાનુમતે આપી હતી.  આ ઠરાવોના આધારે તમામ 24 ગ્રામ પંચાયતોના સરપંચોએ મળીને ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી છે. અરજીમાં દલીલ કરાઈ છે કે, સરકારે નવું ગેઝેટ જાહેર કર્યા વગર વડું મથક બદલી નાખ્યું, જે કાયદાકીય રીતે ભૂલપૂર્ણ અને પ્રશાસકીય પારદર્શક્તાને હાનિકારક છે.

Advertisement

નવા ફાગવેલ તાલુકામાં શરૂઆતમાં કપડવંજ તાલુકાના 28 અને કઠલાલ તાલુકાના 9 ગામોનો સમાવેશ કરાયો હતો. પરંતુ બાદમાં વડું મથક ફાગવેલ રાખતાં વિસ્તારની પુનઃ વ્યવસ્થા કરી કપડવંજના 24 અને કઠલાલના 10 ગામોનો સમાવેશ કરાયો હતો. કપડવંજના 24 ગામના સરપંચો સહિત ગ્રાજનોનું કહેવું છે કે, ફાગવેલ અમારા ગામથી ઘણું દૂર છે, માર્ગ કનેક્ટિવિટી નથી, જ્યારે કાપડીવાવ (ચીખલોડ) મધ્યમાં હોવાથી દરેક ગામના લોકો માટે સરળ છે.

Advertisement
Tags :
Advertisement