હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરાયો

06:11 PM Aug 26, 2025 IST | Vinayak Barot
Advertisement

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરાયો છે. 2 ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરાતા હવેથી એસટી નિગમના કર્મચારીઓને 55% મુજબ મોંઘવારી ભથ્થું.ચૂકવાશે. આ નિર્ણયથી  કુલ રૂ.30 કરોડથી વધુનો બોજ એસટી નિગમને પડશે. મોંઘવારી ભથ્થાનાવધારાનો આ લાભ ગુજરાત એસટીમાં ફરજ બજાવતા 40,000 કરતાં વધુ કર્મચારીઓને મળશે.

Advertisement

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.)ના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ વધારા બાદ હવેથી કર્મચારીઓને 55 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ વધારાની જાહેરાત સાથે જ મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવાયો છે. જેનાથી કર્મચારીઓમાં ખુશીની લાગણી વ્યાપી છે. સરકારના આ હકારાત્મક નિર્ણયથી એસ.ટી. નિગમના 40,000થી વધુ કર્મચારીઓને કુલ રૂ. 30 કરોડથી વધુનો લાભ મળશે. સરકારના આ પગલાથી કર્મચારીઓને મોટી આર્થિક રાહત મળશે. આ અંગેની વિગતવાર માહિતી અને અમલીકરણની પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એસ.ટી. નિગમના કર્મચારીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 28 જાન્યુઆરી, 2025ના રોજ એસટીના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisement

 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaratidearness allowance increased by 2 percentGujarat ST Corporation employeesGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article