For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ડીસામાં ફટાકડાની ફેકટરીમાં ઘડાકા સાથે આગ ફાટી નિકળતા 21શ્રમિકોના મોત

04:26 PM Apr 01, 2025 IST | revoi editor
ડીસામાં ફટાકડાની ફેકટરીમાં ઘડાકા સાથે આગ ફાટી નિકળતા 21શ્રમિકોના મોત
Advertisement
  • દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ ફાટી નિકળી
  • બાજુમાં આવેલુ ગોદામ પણ ધરાશાયી થયુ, કાટમાળ 200 મીટર સુધી ફેલાયો
  • 5 શ્રમિકોને રેસ્ક્યુ કરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ડીસાઃ શહેરના ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેકટરી અને ગોદામમાં ધડાકા બાદ ભીષણ આગ ફાટી નિકળતા 21 શ્રમિકોના મોત નિપજ્યા છે. આ કરૂણ ઘટનામાં મોતને ભેટેલા તમામ શ્રમિકો મદ્ પ્રદેશના હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો, પોલીસ, 108 એમ્બ્યુલન્સ વગેરે દોડી ગયા હતા. જિલ્લાના અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈને માહિતી મેળવી હતી.

Advertisement

આ બનાવની એવી વિગતો જાણવા મળી છે કે, ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 17 શ્રમિકોના મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં  ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ આગ ફાટી નિકળી હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે , બાજુમાં આવેલું ગોડાઉન ધરાસાશી થયું હતું અને કાટમાળ 200 મીટર દૂર સુધી ફેલાયો હતો. શ્રમિકો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે, અચાનક વિસ્ફોટ થતાં શ્રમિકોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા. બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા હતા. ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા.  ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

ફાયર બ્રિગેડના સૂત્રોના જમાવ્યા મુજબ ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં ભોગ બનેલા તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે. મધ્યપ્રદેશથી શ્રમિકો બે દિવસ પહેલા જ અહીં મજૂરી કામ માટે આવ્યા હતા અને ફટાકડા બનાવવાનું કામ કરતા હતા. આ દરમિયાન બ્લાસ્ટ થતાં તેઓના મોત નિપજ્યા છે. હાલ મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

Advertisement

ડીસાના એસ.ડી.એમ નેહા પંચાલે જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ, એક બ્લાસ્ટનો અવાજ સંભળાયો. જેના કારણે એક ધાબું પડી ગયું. જેથી કેટલાક લોકો દટાઇ ગયા હતા. આ બધાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. છ લોકો હાલ સારવાર હેઠળ છે. જેમાંથી ત્રણ જેટલા લોકો 40 ટકાથી વધુ દાઝ્યા છે. જો કે, અત્યારે મોતનો ચોક્કસ આંકડો કહી શકાય તેમ નથી.

જ્યારે  ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ કહ્યુ હતુ કે,  પ્રાથમિક દૃષ્ટિએ માહિતી મળી તે મુજબ બોઇલર ફાટવાથી ઘટના ઘટી છે. જેમાં બિલ્ડીંગ ઘરાશાયી થયું છે. જેની નીચે કેટલાક લોકો દટાયેલા છે. જેમાંથી કેટલાકને બહાર કાઢવામાં આવ્યા છે. પાંચ લોકોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેઓની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર, નગરપાલિકા અને ફાયર આ બધી જ ટીમો હાલ કામ કરી રહી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ દિપક ટેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન વિસ્ફોટક પદાર્થમાં અચાનક ભડાકો થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ કંપની ખૂબચંદ સીંધી નામના વ્યક્તિની છે. આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા. જો કે, માલિકે ફટાકડા બનાવવા માટેની પરમિશન લીધેલી છે કે નહિ તેની તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement