For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

AMCના વર્ષ 2025-26ના 14001 કરોડના બજેટમાં 1501 કરોડનો કરાયો વધારો

06:04 PM Feb 14, 2025 IST | revoi editor
amcના વર્ષ 2025 26ના 14001 કરોડના બજેટમાં 1501 કરોડનો કરાયો વધારો
Advertisement
  • એડવાન્સ ટેક્સ ભરનારને 12% રીબેટ આપવાનો નિર્ણય
  •  સ્પોર્ટસ એક્ટિવિટી ડેવલપ કરવા 20 કરોડનો ખર્ચે કરાશે
  •  મ્યુનિ.કોર્પોરેશનના ઓપન પાર્ટી પ્લોટ્સનો વિકાસ કરાશે

અમદાવાદઃ  શહેરની મ્યુનિ.કોર્પોરેશન  (AMC)નું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા રૂ. 14001 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના નાગરિકોના સૂચનોના આધારે સુધારા વધારા કરીને મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.1501 કરોડના વધારા સાથે રૂ. 15502 કરોડનું બજેટને મંજુરી આપવામાં આવી હતી. મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે.

Advertisement

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન (AMC)નું વર્ષ 2025-26નું 14001 કરોડનું બજેટ મ્યુનિ.કમિશનરે અગાઉ રજુ કર્યું હતું. આ બજેટ મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ થતાં શહેરના નાગરિકો તરફથી મળેલા સુચનોને ધ્યાનમાં લઈને બજેટમાં સુધારા-વધારા કરાયા હતા. અને રૂપિયા 1401 કરોડના બજેટમાં રૂપિયા 1501 કરોડનો વધારો કરીને રૂપિયા 15502 કરોડના બજેટનો મંજુરી આપવામાં આવી હતી. આ બેજેટમાં કરેલી જોગવાઈ મુજબ સ્પોર્ટસ એક્ટિવિટી ડેવલપ કરવા 20 કરોડનો ખર્ચે કરાશે તેમજ ટ્રાફિક નિયંત્રણ અને આઈ.ટી સર્વેન્સ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગો, સ્મશાનો, ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં થર્ડઆઈ સિસ્ટમ ગોઠવવા માટે 10 કરોડનો ખર્ચ કરાશે. બાપુનગર વોર્ડમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા માટે, એલિસબ્રિજ વિધાનસભામાં અંજલી ચાર રસ્તા ઓવરબ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવીટી માટે, નવરંગપુરા વોર્ડમાં આવેલ ગુજરાત કોલેજની સામે ઓવરબ્રિજની નીચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા માટે, વસ્ત્રાલ વોર્ડમાં ટી.પી. 128માં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવા માટે, બોપલ વકીલ સાહેબ બ્રિજ, શાહપુર વોર્ડમાં ભવાનસિંહ બાપુ પાર્ટીપ્લોટની જગ્યાએ સ્પોર્ટ્સ સંકુલ બનાવવા તથા અન્ય જરૂરિયાત મુજબ જુદા જુદા વોર્ડમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, પ્લે ગ્રાઉન્ડ તથા ઓવરબ્રિજ નીચે 20 કરોડના ખર્ચે સ્પોર્ટસ એક્ટિવિટી ડેવલપ કરાશે.

આ ઉપરાંત શહેરના પ્રહલાદનગર ગાર્ડનનું નવીનીકરણ, બોપલમાં નવો ગાર્ડન બનાવવા, નિકોલ વોર્ડમાં ચિત્રકુટ પાર્ક પાસે ટી.પી. 103માં નવો બનાવવા, ચાંદખેડા વોર્ડમાં ટી.પી. 69માં ગાર્ડન બનાવવા, ચાંદલોડીયા વોર્ડમાં ટી.પી. 33માં ગાર્ડન બનાવવા, વસ્ત્રાલ વોર્ડમાં ટી.પી. 128 તથા એફ.પી. 478 માં ગાર્ડન બનાવવા, બાપુનગર વોર્ડમાં મીરર ગાર્ડન બનાવવા, રાણીપ વોર્ડમાં વિભૂતિ ગાર્ડનનું નવીનીકરણ માટે 20 કરોડનો ખર્ચે કરાશે.

Advertisement

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26માં જે વિકાસના કામો સુચવાયા છે. એમાં ઘોડાસર, ઇસનપુર, લાંભા, વટવા અને દાણીલીમડામાં ખારી કટ કેનાલ ફેઝ-2ની કામગીરી 100 કરોડના ખર્ચે થશે. સરદાર પટેલ સ્ટેડિયમનું 75 કરોડના ખર્ચે નવીનીકરણ થશે.વસ્ત્રાલ, અમરાઈવાડી, ઓઢવ, કઠવાડા, વાસણામાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વોટર લાઈન 50 કરોડના ખર્ચે નાખવામાં આવશે. બોપલ-ઘુમા, ભાડજ-ઓગણજ, નાના ચિલોડા, કઠવાડા, લક્ષ્મીપુરા, હંસપુરા, રાણીપ, સરખેજ અને અન્ય નવા વિસ્તારોમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર અને નવી પાણીની પાઈપ લાઈનો 50 કરોડના ખર્ચ નખાશે. ભાડજ, ઓગણજ, ઘુમા, જગતપુર, ચેનપુર, ચિલોડા, કઠવાડા, લાંભા, ગ્યાસપુર તથા જરૂરીયાત મુજબ શહેરના અન્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ માટે 50 કરોડનો ખર્ચ થશે.

આ ઉપરાંત એલિસબ્રીજ વોર્ડમાં શ્રેયસ બ્રિજથી જયદીપ ટાવર સુધી તથા શ્રેયસ ટેકરા ચાર રસ્તાથી આયોજનનગર સોસાયટીથી જીવરાજ મહેતા હોસ્પિટલ સુધીની લાઈન અપગ્રેડેશન કરવી, વિરાટનગર વોર્ડમાં જીવન વાડી પંપિંગ સ્ટેશનની રાઈઝીંગ લાઈન અપગ્રેડેશન કરવી, દરિયાપુર વોર્ડમાં ડ્રેનેજ લાઈન સીસ્ટેમેટીક કરવી, ઓઢવ વોર્ડમાં ટી.પી. 1 વિસ્તારમાં ડ્રેનેજ લાઈન રીહેબ કરવા માટે તથા અન્ય જરૂરિયાત મુજબ શહેરના તમામ ઝોનમાં ડ્રેનેજ લાઈનોનુ રીહેબીલીટેશન માટે 50 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ઓર્ગેનિક વેસ્ટમાંથી બાયો સીએનજી ગેસ બનાવવા પ્રોસેસિંગ પ્લાન્ટ 50 કરોડના ખર્ચે નાખવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement