For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

એક વર્ષમાં સાયબર ગઠીયાઓએ આંચકેલા 108 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમે રિકવર કર્યા

05:02 PM Dec 24, 2024 IST | revoi editor
એક વર્ષમાં સાયબર ગઠીયાઓએ આંચકેલા 108 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમે રિકવર કર્યા
Advertisement
  • સાયબર ક્રાઈમે એક વર્ષમાં 285.12 કરોડ રૂપિયા ફ્રિઝ કર્યા
  • સાયબર ફ્રોડમાં ગોલ્ડન અવર્સમાં મળેલી ફરિયાદોમાં નાણાં ફ્રિઝ, રિકવરી રેટ સૌથી વધુ,
  • લોક અદાલત મારફતે અરજદારોને નાણાં પરત અપાવવા ખાસ ઝુંબેશ

ગાંધીનગરઃ ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વર્ષ 2024માં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા રૂપિયા પૈકી 108  કરોડથી વધુ રૂપિયા રિકવર કર્યા છે. તે ઉપરાંત એક વર્ષમાં 285.12 કરોડ રૂપિયા ફ્રિઝ કરી તેને રિકવર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સમાં મળેલી ફરિયાદોમાં નાણાં ફ્રિઝ અને રિકવરી રેટ સૌથી વધુ હોવાથી કોઈપણ સાયબર ફ્રોડની ઘટના બને તો તરત જ ગોલ્ડન અવર્સમાં (ફ્રોડ થયાના પાંચ કલાકની અંદર) હેલ્પલાઇન નંબર-1930 ઉપર સંપર્ક કરવા નાગરિકોને રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાય દ્વારા અપીલ કરવામાં આવી છે.

Advertisement

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવી તેમજ રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા લેવામાં આવેલા રેપિડ એક્શનથી ફ્રોડમાં ગયેલા નાણાની રિકવરી તથા ફ્રોડની રકમ જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હોય તેને ત્વરિત ફ્રિઝ કરવાની કામગીરી પ્રશંસનિય રહી છે. જેને પરિણામે ઓનલાઇન છેતરપીંડીનો ભોગ બનેલા નાગરિકોને પોતાના ફ્રોડમાં ગયેલા રૂપિયા પરત અપાવવામાં ગુજરાત પોલીસને સારી સફળતા મળી છે.

રાજ્યમાં તા.1લી જાન્યુઆરી-2024થી તા.15મી ડિસેમ્બર-2024  સુધીમાં સાયબર ગુનાઓ સંબંધિત કુલ 1.31  લાખ ફરિયાદો આવી છે. તેની સામે ત્વરિત એક્શન લઇને છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકી રૂ. 285.12 કરોડની રકમ ફ્રીઝ કરી દેવામાં ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે. તે પૈકી સાયબર છેતરપીંડીનો ભોગ બનેલા નાગરિકોનાં 108.08 કરોડ રૂપિયા રિકવર કરી પરત કરી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય રકમ પરત કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

Advertisement

સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના એસ.પી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યુ કે, લોક અદાલત મારફતે અરજદારોને તેમના નાણાં પરત અપાવવાના હેતુસર સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તા.3જી ડિસેમ્બરથી તા. 13મી ડિસેમ્બર, 2024 દરમિયાન 10 દિવસની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશમાં રાજ્યભરની કુલ 40905 અરજીઓના ઓપીનીયન લોક અદાલતમાં સબમિટ કરવામાં આવ્યા. જેના ટુંક સમયમાં કોર્ટ ઓર્ડર થશે એટલે સાયબર ફ્રોડમાં ગયેલા વધુ ૭૫ કરોડ રૂપિયા નાગરિકોને પરત મળશે.

નોંધનિય બાબત છે કે, ગુજરાત પોલીસના રેપિડ એક્શન સહિત હેલ્પલાઇનના ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ માટે વિશેષ સન્માન મળ્યુ છે. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહના હસ્તે સાયબર હેલ્પલાઈન 1930 માટે શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત પોલીસને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement