For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના પાલડી વિસ્તારના બંધ ફ્લેટમાંથી 100 કિલો સોનું અને જંગી રોકડ રકમ મળી

07:03 PM Mar 17, 2025 IST | revoi editor
અમદાવાદના પાલડી વિસ્તારના બંધ ફ્લેટમાંથી 100 કિલો સોનું અને જંગી રોકડ રકમ મળી
Advertisement
  • DRI અને ATSએ પાલડી વિસ્તારમાં બંધ ફ્લેટમાં પાડ્યો દરોડો,
  • બંધ ફ્લેટ શેર બજારના ઓપરેટરની માલિકીનો છે,
  • કાળાનાણાથી સોનુ ખરીદાયેલુ હોવાથી અટકળો

અમદાવાદઃ  શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાંથી ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડતા ફ્લેટમાંથી 100 કિલો સોનું અને જંગી રોકડ જપ્ત કર્યાનું કહેવાય છે. આ અંગે એજન્સીઓ અને પોલીસને બાતમી મળતા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા એક બંધ ફ્લેટમાં દરોડો પાડી એટીએસઅને ડીઆઈઆરએ અંદાજે 100  કિલો સોનું જપ્ત કરાતા ખળભળાટ મચ્યો છે. બંને એજન્સીઓએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા આ મસમોટો મુદ્દામાલ મળી આવ્યો હતો. જો કે અંગે તપાસ ચાલુ હોવાથી હજુ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  શહેર પાલડીમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટ અને તેની નજીકના એક બંગલામાં ગુજરાત એટીએસની ટીમ તેમજ ડીઆરઆઈએ રેડ કરી હતી. ગુજરાત એટીએસના અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે અમને બાતમી મળી હતી જેના આધારે સેન્ટ્રલ એજન્સી સાથે મળીને રેડ કરતા મોટા પ્રમાણમાં સોનાનનો જથથો મળી આવ્યો છે પાલડીમાં શેરબજાર ઓપરેટરના આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માં બપોરે અઢી વાગ્યે 25 જેટલા અધિકારીઓએ દરોડા પાડ્યા હતા.

Advertisement

સૂત્રોના કહેવા મુજબ ફ્લેટની માલિકી મહેન્દ્ર શાહ અને મેઘ શાહ નામની વ્યક્તિઓની હોવાનું ખૂલ્યું છે. તેઓ પિતા-પુત્રનો સંબંધ ધરાવે છે. આ તપાસમાં હજુ પણ વધારે મુદ્દામાલ ઝડપાય તેવી શક્યતા છે. દરોડાની કાર્યવાહી દરમિયાન ચલણી નોટો ગણવા બે મશીન અને સોનાનું વજન કરવા ઈલેક્ટ્રિક વજન કાંટા પણ મંગાવવામાં આવ્યા છે.   કહેવાય છે કે, શેરબજાર ઓપરેટર મેઘ શાહ અને તેના સાગરિતો ખોખા કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો લાવીને કરોડો રૂપિયા ઘર ભેગા કરતા હતા. આ લોકોએ કાળું નાણું સોનામાં ફેરવ્યું હોવાની માહિતી મળી હતી.  અંદાજિત 100 કિલો સોનું, અન્ય ઘરેણાં અને અંદાજિત રૂ. 70 લાખથી વધુ રોકડ છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ ઘટનામાં હવાલા વ્યવહારો પણ બહાર આવે તેવી શક્યતા છે. આ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.

Advertisement
Tags :
Advertisement