For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં 1.65 લાખ વિદ્યાર્થીઓ ધો-10 અને 12ની પરીક્ષા આપશે

05:29 PM Feb 25, 2025 IST | revoi editor
અમદાવાદમાં 1 65 લાખ વિદ્યાર્થીઓ ધો 10 અને 12ની પરીક્ષા આપશે
Advertisement

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં ધોરણ 10માં 54,616 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 29, 726 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 7,853 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.એ જ રીતે, અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ધોરણ 10માં 46,6020 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 21,840 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 5,400 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે.

Advertisement

ગેરરીતિ અટકાવવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે અમદાવાદ શહેરમાં તમામ 322 પરીક્ષા સ્થળો પર અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં તમામ 245 પરીક્ષા સ્થળો પર સીસીટીવી કેમેરા દ્વારા પરીક્ષાઓનું મોનિટરીંગ કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના દરેક પરીક્ષા સ્થળ પર સીસીટીવીના સતત મોનીટરીંગ માટે અલગથી ‘સીસીટીવી મોનીટરીંગ સુપરવાઈઝર’ રાખવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં 130 અને જિલ્લામાં ૫૨ દિવ્યાંગ પરીક્ષાર્થીઓ માટે લહિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના પરીક્ષાર્થીઓ માટે સારથી હેલ્પલાઇન વ્હોટસએપ નંબર 9909922648 તથા જિલ્લા કંટ્રોલ નંબર 0792791 2966 જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ, 'આત્મવિશ્વાસ પરીક્ષા પે ચર્ચા ' અંર્તગત એસ.એસ.સી તથા એચ.એસ.સી વિષયોના પ્રશ્નોના સમાધાન તથા અન્ય મૂંઝવણો અંગે વિષય શિક્ષક તેમજ મનોચિકિત્સક દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

Advertisement

અમદાવાદ ગ્રામ્ય કચેરી ખાતે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. અમદાવાદ ગ્રામ્યના 08 એસ.વી.એસ. સેન્ટરમાં વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી મૂંઝવણ માટે માર્ગદર્શન મળી રહે તે માટે એસ.વી.એસ. કન્વીનરશ્રી સમગ્ર બોર્ડની પરીક્ષા દરમ્યાન કાઉન્સેલર તરીકે સેવાઓ આપશે. કન્ટ્રોલ રૂમનો ટેલીફોન નંબર 179 27913264 છે. સાથે જ, અમદાવાદ શહેર અને જિલ્લામાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ સંપન્ન થાય તે માટે સ્ટ્રોંગ રૂમ, વીજ પુરવઠો, પરીક્ષા કેન્દ્રની નજીક આરોગ્ય સેવાઓ સહિત ટ્રાફિક પોલીસ સાથે પણ સંકલન કરીને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement