For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મદરસાઓ બંધ નહીં થાય, તો ભારતના 50%થી વધુ મુસ્લિમો બની જશે ISISના ટેકેદાર!

11:35 AM Jan 22, 2019 IST | Revoi
મદરસાઓ બંધ નહીં થાય  તો ભારતના 50 થી વધુ મુસ્લિમો બની જશે isisના ટેકેદાર
Advertisement

ઉત્તરપ્રદેશ સેન્ટ્રલ શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ ફરી એકવાર મદરસાઓને બંધ કરાવવાની માગણીનો પુનરોચ્ચાર કર્યો છે. વડાપ્રધાન મોદીને પત્ર લખીને રિઝવીએ પ્રાથમિક મદરસાઓને બંધ કરવાની માગણી કરી છે. વસીમ રિઝવીએ પોતાના પત્રમાં લખ્યું છે કે મદરસાઓમાં બાળકોને બાકીના બાળકોથી અલગ કટ્ટરવાદી વિચારધારા હેઠળ તૈયાર કરવામાં આવે છે. જો પ્રાથમિક મદરસાઓને બંધ કરવામાં નહીં આવે, તો પંદર જ વર્ષમાં દેશના અડધાથી વધારે મુસ્લિમો આઈએસઆઈએસના ટેકેદાર બની જશે. તેમણે કહ્યુ છે કે આવી મદરસાઓના સ્થાને હાઈસ્કૂલના અભ્યાસ બાદ ધાર્મિક તાલીમ માટે મદરસાઓમાં જવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવો જોઈએ.

Advertisement

આ પહેલા શિયા
વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ તાજેતરમાં જણાવ્યુ હતુ કે આતંકવાદને મદરસાઓ સાથે
જોડીને નિવેદન આપવાને કારણે સોશયલ મીડિયા પર તેમને ધમકીઓ મળી રહી છે. તેના કારણે
તેમણે પોતાના માટે કબર પણ બનાવી લીધી છે. તેના ઉપર તેમણે પોતાનું નામ પણ કંડારાવી
લીધું છે. વસીમ રિઝવીએ કહ્યુ છે કે તેમણે યુપીના પાટનગર લખનૌમાં તાલકટોરામાં તેમના
પિતાની કબર નજીક પોતાની કબર પણ બનાવી લીધી છે. આની પાછળના કારણનો ખુલાસો કરતા
તેમણે કહ્યુ હતુ કે આજકાલ તેમને સોશયલ મીડિયા પર જાનથી મારવાની ધમકી મળી રહી છે.
તેઓ મરવાથી ડરતા નથી, તેઓ મરવા માટે તૈયાર છે. પરંતુ તેમણે કોઈ ખોટું નિવેદન
આપ્યું નથી.

રિઝવીનું એમ પણ
કહેવું હતું કે કેટલીક મદરસાઓમાં આતંકવાદને પ્રોત્સાહીત કરનારી ગતિવિધિઓ થાય છે.
આવી ગતિવિધિઓ બંધ થવી જોઈએ. આવી વાત તેઓ કરી રહ્યા નથી, પરંતુ સરકારના રિપોર્ટમાં
આના સંદર્ભે સ્પષ્ટપણે વાત કરવામાં આવી છે. તેમણે તો માત્ર મુસ્લિમ બાળકોની પેઢી
માટે જ આમ જણાવ્યું છે. રિઝવીએ કહ્યુ હતુ કે કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે
આવી મદરસાઓને ચલાવવા માંગે છે. માટે મુસ્લિમ સમાજને ભડકાવીને સમાજને તેમનો દુશ્મન
બનાવાઈ રહ્યો છે. રિઝવીએ કહ્યુ છે કે હવે સોશયલ મીડિયા પર આખા દેશભરના મુસ્લિમ
સમાજમાંથી તેમને ધમકીઓ મળી રહી છે. તેઓ મરવા માટે તૈયાર છે. તેના માટે કબરની જરૂરત
હતી. તેથી તેમણે તાલકટોરા કાતેના કબ્રસ્તાનમાં તેમના પિતાની કબર નજીક તેમણે કબર પણ
બનાવી લીધી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement