For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વાળની તંદુરસ્તી માટે અપનાવો સરળ "વીકએન્ડ હેર કેર રૂટીન", ફક્ત બે કલાકમાં મેળવો કુદરતી ચમક અને મજબૂતી

06:00 PM Oct 23, 2025 IST | revoi editor
વાળની તંદુરસ્તી માટે અપનાવો સરળ  વીકએન્ડ હેર કેર રૂટીન   ફક્ત બે કલાકમાં મેળવો કુદરતી ચમક અને મજબૂતી
Advertisement

સ્વસ્થ અને ચમકદાર વાળ ફક્ત દેખાવ માટે જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ માટે પણ જરૂરી છે. આજકાલના સમયમાં ખરાબ ખોરાક, પ્રદૂષણ, ધૂળ, ધુપ અને કેમિકલ પ્રોડક્ટ્સનો વધતો ઉપયોગ વાળના તૂટવા, ઝડવા અને બેજાન થવાના મુખ્ય કારણો બની રહ્યા છે. સતત હીટ ટ્રીટમેન્ટ કે યોગ્ય હેર કેર ન કરવા પરથી પણ વાળની કુદરતી ચમક ખોવાઈ જાય છે. ઘણાં લોકોને કુદરતી રીતે હેર કેર કરવું મુશ્કેલ લાગે છે, પરંતુ અઠવાડિયામાં ફક્ત એક દિવસ અને બે કલાકનો સમય આપવાથી તમારા વાળને નવી જિંદગી મળી શકે છે.

Advertisement

  • અઠવાડિયામાં એક વાર લગાવો કુદરતી હેર પેક

વાળને નરમ, ચમકદાર અને ડેન્ડ્રફ મુક્ત રાખવા માટે અઠવાડિયામાં એક વાર કુદરતી ઘટકો વડે બનેલો હેર પેક લગાવો. એક વાટકી દહીં, અડધી વાટકી એલોઅવેરા જેલ, બે ચમચી આવળા પાવડર અને એક ચમચી નાળિયેર, બદામ અથવા ઓલિવ તેલ મિક્સ કરો. આ પેકને સ્કાલ્પથી વાળના ટિપ સુધી લગાવી 30-40 મિનિટ રાખો. પછી હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો. પહેલી જ વારથી ફરક જોવા મળશે.

  • બીજા અઠવાડિયામાં એક વાર કરો ઓઇલિંગ

વાળમાં નમી અને મજબૂતી માટે તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. એક અઠવાડિયે હેર પેક અને બીજા અઠવાડિયે હેર ઓઇલિંગ કરો. કાસ્ટર ઓઇલ અને નાળિયેર તેલનું મિશ્રણ, અથવા બદામનું તેલ પણ ઉપયોગી છે. તેલ લગાવી થોડો હેડ મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને વાળની વૃદ્ધિમાં મદદ મળે છે.

Advertisement

  • ત્રીજા અઠવાડિયે કરો ડીપ કન્ડીશનિંગ

શેમ્પૂ કર્યા પછી વાળને થોડીકવાર સુકવીને તેમાં સ્પા ક્રીમ લગાવોસ પછી ગરમ પાણીમાં ભીંજવેલો ટુવાલ માથે લપેટો (અતિ ગરમ ન હોય તે જોવું). આ પ્રક્રિયા ત્રણ-ચાર વાર કરો. પછી વાળને સાફ પાણીથી ધોઈને કન્ડીશનર લગાવો અને બે-ત્રણ મિનિટ પછી ધોઈ લો. આથી વાળ નરમ અને ચમકદાર બની જશે.

  • ચોથા અઠવાડિયે કરો હેર રિન્સ

સ્કાલ્પની સફાઈ માટે મહિને એક વાર હેર રિન્સ કરવું જરૂરી છે. ખાસ કરીને હાર્ડ વોટર વાળા વિસ્તારોમાં રહેનારા લોકો માટે આ જરૂરી છે. હેર રિન્સ સ્કાલ્પ પર જમા થયેલા મિનરલ્સ દૂર કરે છે, ડેન્ડ્રફ ઘટાડે છે અને વાળને તાજગી આપે છે.

Advertisement
Tags :
Advertisement