હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ભારતમાં ઈન્ટરનેટ વપરાશકારોને આગામી દિવસોમાં મળશે વધુ સ્પીડમાં ઈન્ટરનેટ

09:00 PM Mar 19, 2025 IST | revoi editor
Advertisement

ટેલિકોમ કંપની ભારતી એરટેલે ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક લાવવા માટે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે કરાર કર્યો છે. 11 માર્ચના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં એરટેલે આ માહિતી આપી હતી. તો વળી આ ઘટનાના બીજા જ દિવસે સ્ટારલિંક એ રીલાયન્સ જીયો સાથે પણ કરાર કર્યા છે.

Advertisement

ભારતમાં જીઓના આગમન પછી ખુબ જ મોટી તક ઈન્ટરનેટ ક્ષેત્રે પ્રદાન થઇ છે. અને છેલ્લા કેટલાક સમયથી ઈલોન મસ્ક ની કંપની સ્ટાર લીંક આ ક્ષેત્રે ભારતમાં પ્રવેશવા પ્રયાસ કરતી હતી. જે માર્ગ હવે ખુલવા પામ્યો છે. જે અનુસાર ભારતી એરટેલે 11 માર્ચ, 2025ના રોજ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેણે SpaceX સાથે એક કરાર કર્યો છે. જે હેઠળ સ્ટારલિંકની હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ ભારતના એરટેલ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવશે. આ ભાગીદારીના માધ્યમથી અંતરિયાળ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી વંચિત વિસ્તારોમાં વિશ્વસનીય બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરવાનું લક્ષ્ય છે. આ કરાર ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત કરવા અને ગ્રાહકોને એડવાન્સ ઇન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્ત્વનો છે.

આ ભાગીદારી હેઠળ, SpaceXની સ્ટારલિંક એરટેલની હાલની સેવાઓના વિસ્તરણમાં મુખ્ય ભૂમિકા ભજવશે. SpaceX ભારતીય બજારમાં એરટેલના નિષ્ણાતો, ગ્રાહકો અને બિઝનેસ માટે સીધી સેવાઓનો લાભ આપશે. એરટેલ અને SpaceXના કરાર હેઠળ એરટેલના રિટેલ સ્ટોર્સમાં સ્ટારલિંક ટૂલ્સની ઉપલબ્ધતા, બિઝનેસ ગ્રાહકો માટે સ્ટારલિંક સર્વિસની રજૂઆત, ગ્રામીણ ક્ષેત્રોમાં કોમ્યુનિટી, શાળાઓ અને સ્વાસ્થ્ય કેન્દ્રોને જોડવાની તકો શોધશે.

Advertisement

આ કરાર હેઠળ, સ્પેસએક્સ અને એરટેલ વ્યવસાયો, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યસંભાળ કેન્દ્રો અને દૂરના વિસ્તારોમાં સ્ટારલિંક સેવાઓ પહોંચાડવા માટે સાથે મળીને કામ કરશે. એરટેલના હાલના નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્ટારલિંક ટેક્નોલોજીને એકીકૃત કરવાની શક્યતાઓ શોધવામાં આવશે. સ્ટારલિંક વિશ્વભરના યુઝર્સને હાઇ-સ્પીડ, ઓછી લેટન્સી ઇન્ટરનેટ પ્રદાન કરે છે. સ્ટારલિંક પાસે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં વિશ્વનું પ્રથમ અને સૌથી મોટું ઉપગ્રહ નેટવર્ક છે. સ્ટારલિંક ઇન્ટરનેટ દ્વારા સ્ટ્રીમિંગ, ઓનલાઈન ગેમિંગ, વીડિયો કોલ સરળતાથી કરી શકાય છે. જોકે બીજા જ દિવસે સ્ટાર લીંક અને રિલાયન્સ જીઓ સાથે કરાર થતા ભારતીય ઈન્ટરનેટ યુસર્સ ને વધુ ફાયદો થશે એ ચોક્કસ છે. હવે ભારતમાં પણ ઈન્ટરનેટની સૌથી ઝડપી સેવાનો પ્રારંભ ટૂંક સમયમાં થઇ જશે. એરટેલ અને રિલાયન્સ જીઓ બંને તેના ગ્રાહકોને વધુ બેહતર સુવિધા પૂરી પાડી શકશે. આ ઉપરાંત વધુ ગ્રાહકો સુધી પહોંચવાનું અને વધુ ઓફર્સ આપવાનું પણ શક્ય બનશે.

Advertisement
Tags :
indiainternet speedInternet users
Advertisement
Next Article