For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

04:02 PM Oct 10, 2025 IST | revoi editor
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
Advertisement

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ સાથે 121 વિધાનસભા મતવિસ્તારો માટે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી પંચે નામાંકન કેન્દ્રોની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ સૂચનાઓ જારી કરી છે. ઉમેદવાર સાથે પ્રસ્તાવક સહિત ફક્ત ત્રણ વાહનો અને વધુમાં વધુ પાંચ વ્યક્તિઓને જ જવાની મંજૂરી અપાશે. સમગ્ર નામાંકન પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરાશે.

Advertisement

પ્રથમ તબક્કામાં, પટના, દરભંગા, મધેપુરા, સહરસા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, સારણ, વૈશાલી, સમસ્તીપુર, બેગુસરાય, લખીસરાય, મુંગેર, શેખપુરા, નાલંદા, બક્સર અને ભોજપુર સહિત ઉત્તર અને દક્ષિણ બિહારના જિલ્લાઓમાં ૬ઠ્ઠી નવેમ્બરે મતદાન યોજાશે. ઉમેદવારો 17 ઑક્ટોબર સુધી ઉમેદવારી પત્રો ભરી શકે છે. ઉમેદવારી પત્રોની ચકાસણી બીજા દિવસે કરાશે અને પરત ખેંચવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે.

અત્રે ઉલ્લેખનીય છે, બિહારમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ એનડીએ અને ઈન્ડી ગઠબંધનની સભ્ય પાર્ટીઓ વચ્ચે બેઠકોની ફાળવણી મામલે ખેંચતાણ ચાલી રહી છે. ચિરાગ પાસવાન પણ એનડીએમાં વધારે બેઠકો માંગી રહ્યાં છે. જેથી ભાજપા દ્વારા તેમને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યો છે અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement