For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ એરપોર્ટ પર નવા પેરેલલ ટેક્સીવેથી કાર્યક્ષમતામાં વધારો થશે

06:37 PM Nov 26, 2025 IST | revoi editor
અમદાવાદ એરપોર્ટ પર નવા પેરેલલ ટેક્સીવેથી કાર્યક્ષમતામાં વધારો થશે
Advertisement

અમદાવાદ, ૨૬ નવેમ્બર 2025: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) બે કોડ C પેરેલલ ટેક્સીવે - રોમિયો (R) અને રોમિયો 1 (R1) નું કમિશનિંગ કરી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ટેક્સી વે R ​​અને ટેક્સીવે R1 એરપોર્ટની કાર્યક્ષમતા અને સલામતી અને રનવેની ક્ષમતામાં વધારો કરશે. SVPIA વર્લ્ડક્લાસ એરપોર્ટ બનાવવા અગ્રેસર છે, તેવામાં આ પેરેલલ ટેક્સીવે એરફિલ્ડ પર એર ટ્રાફિકની ભીડ ઘટાડશે.  

Advertisement

વૈશ્વિક ઉડ્ડયન બેન્ચમાર્કસને અનુરૂપ ટેક્સીવેની સુવિધાનો ઉમેરો ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) ના ધોરણોનું પાલન કરીને બનાવવામાં આવ્યો છે. તે મુસાફરો અને એરલાઇન્સની વધતી જરૂરિયાતો પૂર્ણ કરવા ભવિષ્ય માટે તૈયાર એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના SVPIA ના વિઝનને મજબૂત બનાવે છે.

Advertisement

  • પેરેલલ ટેક્સીવે R: ૧,૧૨૬ મીટરની લંબાઈ ધરાવતો ટેક્સીવે તમામ કોડ C વિમાનોને સમાવી શકે છે. તે હાલના કોડ E ને પેરેલલ ટેક્સીવે P સાથે જોડે છે. હાલમાં વિમાનોને રનવે ૨૩ પર પ્રસ્થાન માટે લગભગ ૨-૩ મિનિટ રનવે પર પાછળ ફરવું પડે છે. રનવે ૦૫ પર આવતા વિમાનોને પણ એટલો જ સમય લાગે છે. ટેક્સીવે R ​​અને ટેક્સીવે R૧ ખાતરી કરશે કે કોડ C વિમાન ઝડપથી રનવેમાં પ્રવેશ અને નિકાસ કરી શકે, જેનાથી રનવેની ઓક્યુપન્સી સમયમાં ઘટાડો, ઝડપી ઓપરેશન અને સલામતીમાં વધારો થાય. અમદાવાદમાં કાર્યરત ટ્રાફિકનો ૯૫ ટકા હિસ્સો ધરાવતા કોડ C વિમાનો A320, B737 અને બિઝનેસ જેટ પેરેલલ ટેક્સીવેનો ઉપયોગ કરશે.
  • ટેક્સીવે R1: આ ટેક્સીવે R ​​ને રનવે સાથે જોડે છે અને રનવે 05/23 સુધી સીધો પ્રવેશ પીક ઓપરેશન દરમિયાન ઑપ્ટિમાઇઝ ફ્લો પૂરો પાડે છે.
  • રનવે ક્ષમતા વધારો: હાલમાં રનવે ક્ષમતા પ્રતિ કલાક 20 એર ટ્રાફિક મૂવમેન્ટ (ATM) છે. ટેક્સીવે R ​​અને R1 ના ઉમેરાથી રનવે ક્ષમતા પ્રતિ કલાક 28 ATM સુધી વધશે.

બંને ટેક્સીવેમાં આધુનિક લાઇટિંગ સિસ્ટમ્સ અને અપગ્રેડેડ સલામતી ચિહ્નો શામેલ છે. તે એન્જિનિયરિંગ અને સેફ્ટી ઓડિટમાંથી પસાર થયા છે. નવા ટેક્સીવેના કમિશનિંગથી સલામતી અને પર્યાવરણમાં નીચે મુજબના ફાયદાઓ થશે:

  • રનવે પર બેકટ્રેક દૂર થશે, આગમન અને પ્રસ્થાનના ATM માં સુસંગતતા અને સલામતીમાં વધારો થશે.
  • વિમાનના ઓન ટાઈમ પર્ફોર્મન્સ (OTP) માં સુધારો અને મુસાફરોના અનુભવમાં વધુ શ્રેષ્ઠ બનાવવો.
  • વિમાનનો ટેક્સીવે માટે રાહ જોવાનો સમય, હવામાં હોલ્ડિંગ ટાઈમ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને એરલાઇન્સની બચત થશે.
  • વિમાન પાર્કિંગ સ્ટેન્ડની ફાળવણી ઑપ્ટિમાઇઝ થવાથી ઝડપી ટર્નઅરાઉન્ડની સુવિધા મળશે, જેનાથી એરલાઇન્સને વધુ સ્લોટ અને હવાઈ મુસાફરોને બહોળી પસંદગી મળશે.

SVPIA પરથી એપ્રિલથી ઓક્ટોબર 2025 ના સમયગાળા દરમિયાન 7.8 મિલિયનથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. જે વાર્ષિક ધોરણે 7 ટકાનો વધારો દર્શાવે છે. અમદાવાદ એરપોર્ટ એક મુખ્ય પ્રાદેશિક ઉડ્ડયન કેન્દ્ર તરીકે તેની ભૂમિકાને મજબૂત બનાવવાનું જારી રાખશે.

આ માળખાગત વિકાસ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) ની ક્ષમતા, કાર્યક્ષમતા અને ટકાઉપણું વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.તે ગુજરાતના ઉડ્ડયન ક્ષેત્રમાં વિકાસના આગામી તબક્કાનો માર્ગ મોકળો કરે છે.

Advertisement
Tags :
Advertisement