For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દિલ્હી એરપોર્ટનું અપગ્રેડેડ ટર્મિનલ-2 આગામી મહિનાની 26મી તારીખથી કાર્યરત થશે

01:37 PM Sep 16, 2025 IST | revoi editor
દિલ્હી એરપોર્ટનું અપગ્રેડેડ ટર્મિનલ 2 આગામી મહિનાની 26મી તારીખથી કાર્યરત થશે
Advertisement

નવી દિલ્હીઃ દિલ્હી એરપોર્ટનું અપગ્રેડેડ ટર્મિનલ-2 આગામી મહિનાની 26મી તારીખથી કાર્યરત થશે, જેનાથી તેની કુલ વાર્ષિક મુસાફરોની ક્ષમતા 10 કરોડ થશે. આ વર્ષે એપ્રિલમાં અપગ્રેડેશન માટે બંધ કરાયેલ આ ટર્મિનલ, સેલ્ફ-બેગેજ ડ્રોપ, આધુનિક છત અને નવીન સ્કાયલાઇટ ડિઝાઇન જેવી મુસાફરો-મૈત્રીપૂર્ણ સુવિધાઓ સાથે ફરી ખુલશે. નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (આઈજીએઆઇ) માં ત્રણ ટર્મિનલ છે - ટી-1, ટી-2 અને ટી-3. અહીંથી દરરોજ લગભગ 1,400 ફ્લાઇટ્સનું સંચાલન થાય છે.

Advertisement

દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડાયલ) એ સોમવારે જણાવ્યું હતું કે,” આઈજીઆઈ એરપોર્ટનું ટર્મિનલ-2 અપગ્રેડ થયેલ છે અને 26 ઓક્ટોબરથી શરૂ થવા માટે તૈયાર છે.” ડાયલ અનુસાર,” 25-26 ઓક્ટોબરની મધ્યરાત્રિથી એર ઇન્ડિયા અને ઇન્ડિગોની લગભગ 120 દૈનિક સ્થાનિક ફ્લાઇટ્સ અપગ્રેડેડ ટર્મિનલ-2 પર ખસેડવામાં આવશે.” ડાયલે જણાવ્યું હતું કે,” તેમાં ઓટોમેટિક ડોકિંગ ટેકનોલોજી સાથે 6 નવા પેસેન્જર બોર્ડિંગ બ્રિજ પણ હશે, જે દેશમાં આ પ્રકારનો પ્રથમ બ્રિજ હશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) એ 40 વર્ષ પહેલાં અહીં ટર્મિનલ-2 બનાવ્યું હતું, જે આ વર્ષે એપ્રિલમાં અપગ્રેડેશન માટે બંધ કરવામાં આવ્યું હતું.”

Advertisement
Advertisement
Tags :
Advertisement