પટનામાં અસામાજીકતવ્વોએ ચાર વ્યક્તિઓને ગોળીમારી, એકનું મોત
નવી દિલ્હીઃ બિહારમાં ચોરી, લૂંટ અને હત્યા સહીતના ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન પટનામાં ગુનેગારોએ ચાર લોકોને ગોળી મારી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ત્રણની હાલત ગંભીર છે. આ ઘટના નૌબતપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના છોટી ટેંગરેલા ગામમાં બની હતી. મૃતકની ઓળખ લાલન યાદવ તરીકે થઈ હતી. ઘાયલોને સારવાર માટે પટના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતી. ઘટના બાદ વિસ્તારમાં અફડાતફડીનો માહોલ છે. ઘટના બાદ એસએસપી આવાસ કુમાર સહિત અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ઘટના અંગે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે ગુનેગારો બાઇક પર આવ્યા હતા અને અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ગામલોકોએ જણાવ્યું કે જે સમયે આ ઘટના બની તે સમયે લલ્લન યાદવ તેના બે ભત્રીજાઓ પ્રેમજીત કુમાર અને પ્રેમ કુમાર સાથે ઘરની બહાર બેઠા હતા. અચાનક થયેલા ગોળીબારમાં કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ગોળીબારના અવાજથી ગ્રામજનો ગભરાઈ ગયા હતા. ગોળીનો અવાજ સાંભળીને લોકો ત્યાં ભેગા થઈ ગયા અને તરત જ ત્રણેયને હોસ્પિટલ લઈ ગયા હતા. ડોક્ટરે તેમને પ્રાથમિક સારવાર આપી અને પછી તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને પટના એઈમ્સમાં રિફર કર્યા હતા. કાકા લલ્લન યાદવનું સારવાર દરમિયાન મૃત્યુ થયું, જ્યારે પ્રેમજીત કુમાર અને પ્રેમ કુમારની હાલત ગંભીર છે.