હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે યુવા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ,

05:47 PM Dec 05, 2024 IST | revoi editor
Advertisement

રાજકોટઃ  શહેરનાં હેમુગઢવી હોલ ખાતે રાજ્યકક્ષાના યુવા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે, આજથી તારીખ 7 ડિસેમ્બર સુધી રાજ્યકક્ષાનાં યુવા મહોત્સવનું આયોજન કરાયું છે. શહેરનાં મેયર નયનાબેન પેઢાડિયાનાં હસ્તે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. યુવા મહોત્સવમાં લોકવાર્તા, દુહા-છંદ તેમજ ચોપાઈ સહિતની જુદી-જુદી 40 જેટલી સ્પર્ધાઓ આગામી 3 દિવસ દરમિયાન યોજાશે. આ મહોત્સવમાં અલગ-અલગ સ્પર્ધાનાં મળીને કુલ 800 કરતા વધારે સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. જેમાં તમામ સ્પર્ધાઓમાં ઝોનકક્ષાએ આવનારા પ્રથમ તેમજ દ્વિતીય વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ  યુવા મહોત્સવ અંતર્ગત આજે તા. 5 ડિસેમ્બરનાં રોજ લોકનૃત્ય, સમૂહગીત, હળવું સંગીત, એકપાત્રીય અભિનય, એકાંકી, લગ્નગીત, લોકગીત, ભજન, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), શાસ્ત્રીય કંઠ્ય સંગીત (કર્ણાટકી), એગ્રો પ્રોડક્ટ, વિજ્ઞાન મેળો, ટેક્ષ ટાઈલ્સ, હેન્ડીક્રાફ્ટ અને સર્જનાત્મક સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જ્યારે આવતી કાલે તા.6 ડિસેમ્બરનાં રોજ કથ્થક, ભરતનાટયમ, કુચિપુડી, ઓડીસી, મણીપુરી, લોકવાદ્ય સંગીત, તબલા, હાર્મોનિયમ (હળવું), સીતાર, ગીટાર, મૃદગમ અને વીણા સ્પર્ધાઓ યોજાશે. તેમજ 7 ડિસેમ્બરનાં રોજ વાંસળી, વકતૃત્વ, શીઘ્ર વકતૃત્વ, ડિકલેમેશન, લોકવાર્તા તેમજ દુહા-છંદ-ચોપાઈ, નિબંધ, પાદપુર્તિ, સ્ટોરી રાઈટીંગ, કાવ્ય લેખન-વાંચન, ગઝલ-શાયરી લેખન, ચિત્રકલા, પોસ્ટર મેકિંગ સહિત જુદી-જુદી 40 સ્પર્ધાઓ યોજાશે.

રાજકોટનાં મેયર નયના પેઢડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટનાં આંગણે આજથી 3 દિવસ યુવા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં કુલ 800 સ્પર્ધકો દ્વારા પોતાની શ્રેષ્ઠ કલાકૃતિઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. જેમાં અલગ-અલગ 40 જેટલી સ્પર્ધાઓ પણ રાખવામાં આવી છે. જેમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પસંદગી પામનારા સ્પર્ધકો આગામી 12 જાન્યુ. સ્વામી વિવેકાનંદનાં જન્મ દિવસે દિલ્હી ખાતે યોજાનાર સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જેમાં પ્રથમ આવનારા સ્પર્ધકોને વડાપ્રધાન મોદીનાં હસ્તે ઇનામ આપવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsrajkotSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral newsYuva Mohotsav
Advertisement
Next Article