યુનુસ સરકારનું બેવડું વલણ, બાંગ્લાદેશે ઉલ્ફા ચીફ પરેશ બરુઆની ફાંસીની સજા રદ કરી
ઢાકાઃ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ULFAના ચીફ પરેશ બરુઆને બાંગ્લાદેશની હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે 2004ના ચટ્ટોગ્રામ હથિયારોની દાણચોરીના કેસમાં પૂર્વ મંત્રી લુત્ફઝમાન બાબર અને તેના પાંચ સહયોગીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે બરુઆની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઈ હતી. આ મામલો ભારત વિરોધી આતંકવાદી સંગઠનોને 10 ટ્રકમાં હથિયારો અને દારૂગોળો મોકલવા સાથે સંબંધિત છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને જમાત-એ-ઈસ્લામીના શાસન દરમિયાન વર્ષ 2004માં હથિયારોનો આ વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આતંકવાદી જૂથો સાથે શસ્ત્રોની દાણચોરીમાં લુત્ફઝમાન બાબરની સંડોવણીના પુરાવા મળ્યા હતા. બાબર 2001 થી 2006 સુધી બાંગ્લાદેશના વડા પ્રધાન ખાલિદા ઝિયાની સરકારમાં ગૃહ રાજ્ય પ્રધાન હતા. બરુઆ મૃત્યુદંડની સજા પામેલા છ દોષિતોમાંથી એક છે. જોકે હવે તેને રાહત મળી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, જ્યાં બરુઆની સજા ઘટાડીને આજીવન કેદ કરવામાં આવી છે. સાથે જ બાકીના આરોપીઓને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.