For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાન માટે જાસુસીના આરોપસર એક યુટ્યુબરની પંજાબથી ધરપકડ કરાઈ

03:30 PM Jun 04, 2025 IST | revoi editor
પાકિસ્તાન માટે જાસુસીના આરોપસર એક યુટ્યુબરની પંજાબથી ધરપકડ કરાઈ
Advertisement

નવી દિલ્હીઃ ભારતમાં પાકિસ્તાની જાસૂસી સંબંધિત એક મોટો ખુલાસો થયો છે. પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર રૂપનગરથી જસબીર સિંહ નામના વધુ એક યુટ્યુબરની ધરપકડ કરી છે. જસબીર સિંહ એક યુટ્યુબ ચેનલ ચલાવે છે અને જ્યોતિ મલ્હોત્રાના સંપર્કમાં પણ હતો. જસબીર સિંહ 'જાન મહેલ' નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે અને જાસૂસી કેસમાં પહેલાથી જ ધરપકડ કરાયેલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને પાકિસ્તાની નાગરિક એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે પણ સંપર્કમાં હતો. દાનિશ પાકિસ્તાની હાઇ કમિશનનો અધિકારી રહી ચૂક્યો છે.

Advertisement

આ કેસમાં પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવનું નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે મોહાલી સ્થિત સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન્સ સેલ (SSOC) એ રૂપનગરના મહાલન ગામના રહેવાસી જાસૂસી સિંહ સાથે જોડાયેલા એક મોટા જાસૂસી નેટવર્કને પકડી પાડ્યું છે. જસબીર 'જાન મહેલ' નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે અને PIO શાકિર ઉર્ફે જટ્ટ રંધાવા સાથે સંકળાયેલ છે, જે આતંકવાદી-સમર્થિત જાસૂસી નેટવર્કનો ભાગ છે. તે હરિયાણાના યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા (જેની પહેલાથી જ જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે) અને પાકિસ્તાન હાઈ કમિશનમાંથી હાંકી કાઢવામાં આવેલા અધિકારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે પણ સંપર્કમાં હતો.

તપાસમાં જાણવા મળ્યું છે કે જસબીરે દાનિશના આમંત્રણ પર દિલ્હીમાં પાકિસ્તાન રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી, જ્યાં તે પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ અને વ્લોગર્સને મળ્યો હતો. તેણે 2020, 2021 અને 2024માં ત્રણ વાર પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં પાકિસ્તાન સ્થિત ઘણા નંબરો મળી આવ્યા છે, જેની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ પછી, જસબીરે તેની વાતચીત અને સંપર્કોના પુરાવા ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો હતો. મોહાલીના SSOC પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે અને સમગ્ર નેટવર્કને તોડી પાડવા માટે તપાસ ચાલી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement