તમારા ફોનમાં પણ ‘કચરો’ ભરાય છે તો સમયસર સાફ ન કરો તો ધીમી પડી શકે છે ફોનની સ્પીડ
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો અગત્યનો ભાગ બની ગયો છે, પરંતુ શું તમે જાણો છો કે તમારા ફોનમાં પણ ધીમે ધીમે કચરો (જંક ડેટા) એકઠો થતો જાય છે? જો આ કચરો સમયસર દૂર ન કરવામાં આવે, તો ફોનની સ્પીડ અને પરફોર્મન્સ પર સીધો અસર પડે છે.
Cache Data – એપ્સની ટેમ્પરરી ફાઈલ્સઃ જ્યારે તમે કોઈ એપનો ઉપયોગ કરો છો, ત્યારે તે એપની કેટલીક ટેમ્પરરી ફાઈલ્સ (Cache Data) તમારા ફોનમાં સંગ્રહિત થાય છે. સમય સાથે આ ફાઈલ્સ વધતી જાય છે અને ફોનનું સ્ટોરેજ ભરાઈ જાય છે, જેના કારણે ફોન ધીમો પડી જાય છે. તો તેને દૂર કરવુ જોઈએ. તેને દૂર કરવા માટે ફોનની Settings માં જઈ Apps પર ક્લિક કરો. દરેક એપ પસંદ કરીને Storage પર ટૅપ કરો. ત્યારબાદ Clear Cache પર ક્લિક કરો. આ રીતે કેશ ડેટા ડિલીટ કરવાથી ફોનની સ્પીડ સુધરે છે અને જગ્યા પણ ખાલી થાય છે.
અનાવશ્યક એપ્સ અનઇન્સ્ટોલ કરોઃ ઘણી એપ્સ એવી હોય છે જે આપણે ક્યારેય વાપરતા નથી, પરંતુ તે ફોનમાં જગ્યા રોકે છે. એવી એપ્સને ઓળખીને Settings → Apps → Uninstall દ્વારા દૂર કરો. આ રીતે નાના-નાના ફેરફારોથી પણ ફોનના પરફોર્મન્સમાં મોટો સુધારો જોઈ શકાય છે.
ગેલેરીની સફાઈ જરૂરીઃ ફોનમાં સ્ટોરેજ ભરાવાનું સૌથી મોટું કારણ છે — ફોટા અને વિડિયોઝ. ખાસ કરીને જેમની પાસે WhatsApp Media Visibility ફીચર ચાલુ હોય છે, તેમના ફોનમાં દરેક ગ્રુપ કે ચેટના ફોટા અને વિડિયો આપમેળે સેવ થવા લાગે છે. આ માટે WhatsApp સેટિંગ્સમાં જઈ Media Visibility ફીચર બંધ કરો. ગેલેરીમાં જઈ જૂના અને અનાવશ્યક ફોટા-વિડિયો ડિલીટ કરો. ગેલેરીમાં ભરાયેલા કચરાને દૂર કરવાથી ફોન હળવો બની જશે અને સ્પીડમાં ફરક સ્પષ્ટ જણાશે.