For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

યૂપીમાં TET ફરજિયાત કરવા મામલે યોગી સરકાર સુપ્રીમ કોર્ટમાં કરશે રિવિઝન અરજી

03:31 PM Sep 16, 2025 IST | revoi editor
યૂપીમાં tet ફરજિયાત કરવા મામલે યોગી સરકાર સુપ્રીમ કોર્ટમાં કરશે રિવિઝન અરજી
Advertisement

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બેસિક શિક્ષણ વિભાગના સેવારત શિક્ષકો માટે TET ફરજિયાત કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ સામે રિવિઝન અરજી દાખલ કરવાનો વિભાગને આદેશ આપ્યો છે. યોગી સરકારનું કહેવું છે કે રાજ્યના શિક્ષકો અનુભવી છે અને સમયાંતરે તેમને તાલીમ આપવામાં આવે છે. આવા સમયમાં તેમની વર્ષોની સેવા અને લાયકાતને અવગણવું યોગ્ય નથી.

Advertisement

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આદેશ આપ્યો હતો કે સેવા ચાલુ રાખવા માટે કે પછી પ્રમોશન મેળવવા માટે ધોરણ 1 થી 8 સુધીના તમામ શિક્ષકોને TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. આ નિર્ણયથી લાખો શિક્ષકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. શિક્ષક સંગઠનો લાંબા સમયથી યોગી સરકારને સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ રિવિઝન અરજી દાખલ કરવાની માંગ કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે સરકાર નિયમોમાં કે અધિનિયમમાં ફેરફાર કરીને શિક્ષકોને રાહત આપે.

બેસિક શિક્ષણ વિભાગના ઘણા શિક્ષકો એવા છે જેમની નિવૃત્તિમાં હવે થોડા જ વર્ષો બાકી છે. તેઓ ખાસ કરીને ચિંતિત છે. તેમનું કહેવું છે કે અત્યાર સુધી તેઓને માહિતી હતી કે 29 જુલાઈ 2011 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને TETમાંથી છૂટ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમને મુશ્કેલી ઉભી થઈ છે. હવે તેમને આશા છે કે યોગી સરકાર સુપ્રીમ કોર્ટમાં તેમના વતી પૂરજોશમાં પક્ષ રજૂ કરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement