ભાજપના પ્રદેશ પ્રમુખની પસંદગી માટે ગુજરાતમાં યાદવ અને રાજસ્થાનની રૂપાણીને જવાબદારી
- વિજ્ય રૂપાણી પક્ષના ચૂંટણી અધિકારી તરીકે રાજસ્થાનમાં મોટો રોલ ભજવશે
- ગુજરાતમાં ભપેન્દ્ર યાદવ પણ નેતાઓને મળી નિર્ણય કરશે
- અનેક દાવેદારો હોવાથી નિર્ણય કરવાનું કામ કઠીન બનશે
અમદાવાદઃ દેશમાં ઘણાબધા રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોની મુદત પૂર્ણ થતી હોવાથી ભાજપ હાઈ કમાન્ડ દ્વારા નવા પ્રમુખો નિમવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ભાજપ હાઈ કમાન્ડે પ્રદેશ પ્રમુખો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની જાહેરાત કરી છે. જેમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત વરિષ્ઠ નેતાઓને પોતપોતાના રાજ્યોમાં આંતરિક ચૂંટણીઓનું સુચારું સંચાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવની ગુજરાતના પ્રદેશ પ્રમુખની ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરાઈ છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપના પ્રદેશ પ્રમુખની પસંદગી માટે ચૂંટણી અધિકારી બનાવાયા છે.
દેશમાં સૌથી મોટી ગણાતી પાર્ટી ભાજપ દ્વારા જે રાજ્યોમાં પ્રદેશ પ્રમુખની મુદત પુરી થતી હોય એવા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખો નિમવા માટે ચૂંટણી અધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. હાલ દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા સંગઠનની રચનાનું કામ ચાલી રહ્યું છે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં રાજ્ય ભાજપ અધ્યક્ષોની પસંદગી કરવા માટે 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓની નિમણૂંક કરી છે. જેમાં ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે ભુપેન્દ્ર યાદવની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોટી જવાબદારી સોંપાવામા આવી છે. વિજય રૂપાણી પાડોશી રાજ્ય રાજસ્થાનના ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે.
આ ચૂંટણી અધિકારી રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પણ પસંદગી કરશે. ગુજરાતના પ્રદેશ ભાજપ અધ્યક્ષની પસંદગી કરવા માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાત રાજ્ય ભાજપના નવા પ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ભાજપ પ્રમુખની પસંદગી માટે ચૂંટણી અધિકારીની જવાબદારી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ડો.રાધા મોહનદાસ અગ્રવાલને સોંપવામાં આવી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાડોશી રાજ્ય રાજસ્થાનના ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે. તેમને રાજસ્થાનના રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.