For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના ફતેહવાડી કેનાલમાં ખાબકેલી સ્કોર્પિયો કાર, બે યુવાનોના મૃદેહ મળ્યા

04:56 PM Mar 06, 2025 IST | revoi editor
અમદાવાદના ફતેહવાડી કેનાલમાં ખાબકેલી સ્કોર્પિયો કાર  બે યુવાનોના મૃદેહ મળ્યા
Advertisement
  • રિલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો કાર સાથે ત્રણ યુવાનો કેનાલમાં ખબક્યા હતા
  • બે યુવાનોના મૃતદેહ મળતા એક યુવાનની શોધખોળ ચાલુ,
  • એક યુવાનને શોધવા કેનાલમાં પાણી બંધ કરાયું

અમદાવાદઃ શહેરના વાસણા બેરેજ વિસ્તારમાં આવેલી ફતેવાડી કેનાલ પાસે ગઈકાલે રીલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો સાથે ત્રણ યુવનો કેનાલમાં પડતા ધસમસતા પાણીમાં તણાયા હતા. આ બનાવની જણા કરાતા ફાયરના જવાનો અને પોલી કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને શોધખોળ કરવા છતાંયે ત્રણેય લાપત્તા થયેલા યુવાનોનો કોઈ અત્તોપત્તો લાગ્યો નહતો. મોડીરાત સુધી કેનાલમાં યુવાનોની શોધખોળ કરવામાં આવી હતી. દરમિયાન આજે સવારે શાસ્ત્રાબ્રિજ નજીક બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. હજુ એક યુવાનનો કોઈ અત્તોપત્તો લાગ્યો નધી અને તેની શોધખોળ ચાલી રહી છે.

Advertisement

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના વાસણા બરેજ નજીક આવેલી ફતેવાડી કેનાલની સમાંતર જતા રોડ પર 10 જેટલાં યુવાનો ગઈકાલે સાંજના સમયે સ્કોર્પિયોકાર લઈને આવ્યા હતા. અને સ્કોર્પિયો કાર ચલાવીને યક્ષ, યશ અને ક્રિશ નામના ત્રણ યુવાનો રિલ બનાવી રહ્યા હતા ત્યારે કાર પરનો કાબુ ગુમાવતા કાર ત્રણ યુવાનો સાથે કેનાલમાં ખાબકી હતી. આથી કાંઠે ઊભેલા અન્ય યુવાનોએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને આ બનાવની ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ફાયરબ્રિગેડના જવાનો અને તરવૈયાઓની મદદ લઈને લાપત્તા બનેલા યુવાનોની શોધખોળ આદરી હતી. મોડી રાત્રિ સુધી શોધખોળ કર્યા બાદ પણ ત્રણેયનો પત્તો લાગ્યો ન હતો. શોધખોળ માટે રાત્રિના સમયે જ કેનાલમાં પાણી બંધ કરાવી દેવાયું હતું. ત્યારબાદ આજે ગુરુવારે સવારે વિશાલા તરફ શાસ્ત્રીબ્રિજના છેડા નજીક નદીમાંથી યક્ષ અને યશ સોલંકીની લાશ મળી આવી હતી. જ્યારે ક્રિશ દવે હજી પણ લાપતા હોય તેની શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટનાના પગલે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. તો બીજી તરફ લોકોના પણ ટોળા એકઠા થયા હતા.

આ બનાવમાં સ્કોર્પિયો કારના માલિક સૌરભ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમે કાર ભાડે આપી ન હતી. મારો મિત્ર મૌલિક દર્શન કરવા અને ફરવા જવા માટે કાર લઈને ગયો હતો. જે બાદ મૌલિકે કાર તેના મિત્ર રુદ્રને ફોટા પડાવવા માટે આપી હતી, પરંતુ રુદ્ર પાસેથી પણ તેના મિત્રો કાર લઈ ગયા હતા. રુદ્ર પાસે પણ લાયસન્સ ન હતું. કેનાલમાં કાર ખાબકી ત્યારે 36 kmની સ્પીડ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement