For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વિશ્વના સૌથી મોટા કન્ટેનર જહાજ MSC IRINAનો વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરે ઐતિહાસિક પ્રવેશ

01:21 PM Jun 09, 2025 IST | revoi editor
વિશ્વના સૌથી મોટા કન્ટેનર જહાજ msc irinaનો વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરે ઐતિહાસિક પ્રવેશ
Advertisement

અમદાવાદ, 09 જૂન 2025: વિશ્વના સૌથી મોટા કન્ટેનર જહાજ MSC IRINA સોમવારે સવારે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર પર ડોક થયું અને મંગળવાર સુધી તે બંદર પર રહેશે. 2જી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત વિઝિંજામ પોર્ટ પર વિશ્વના સૌથી મોટા જહાજનું આ આગમન મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

Advertisement

MSC IRINA 24,346 TEUs (ટ્વેન્ટી-ફૂટ ઇક્વિવેલેન્ટ યુનિટ) ની ક્ષમતા ધરાવે છે. જે વૈશ્વિક શિપિંગમાં તેને સૌથી પ્રબળ જહાજ બનાવે છે. 399.9 મીટરની લંબાઈ અને 61.3 મીટરની પહોળાઈ સાથે, આ જહાજ FIFA દ્વારા નિયત પ્રમાણભૂત ફૂટબોલ મેદાન કરતા લગભગ ચાર ગણું લાંબુ છે. એશિયા અને યુરોપ વચ્ચે મોટા જથ્થામાં કન્ટેનરના પરિવહનને સરળ બનાવવા માટે ખાસ બનાવેલ MSC IRINA વેપાર માર્ગો અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ છે.

Advertisement

આ જહાજ દક્ષિણ એશિયાઈ બંદરમાં પહેલી વાર આવ્યું છે. અલ્ટ્રા-લાર્જ કન્ટેનર વેસલ્સ (ULCVs) ને હેન્ડલ કરવામાં વિઝિંજામની ક્ષમતાઓને તે ઉજાગર કરે છે. આ બંદરે તાજેતરમાં MSC તુર્કીયે અને MSC મિશેલ કેપેલિની સહિત અન્ય આઇકોન-ક્લાસ જહાજોનું સ્વાગત કર્યું છે. તેનાથી દરિયાઈ વેપારમાં મુખ્ય કેન્દ્ર તરીકે તેની પ્રતિષ્ઠા વધુ મજબૂત થઈ છે.

MSC IRINA માર્ચ 2023 માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે જ વર્ષના એપ્રિલમાં તેની પ્રથમ સફર શરૂ કરી હતી. તે 26 સ્તરો સુધીના કન્ટેનરને સ્ટેક કરવા માટે રચાયેલ છે, જે કન્ટેનર સ્ટેકિંગમાં અજોડ ક્ષમતા પ્રદાન કરે છે.

ઉલ્લેખનીય છે કે, MSC IRINA તેના પુરોગામી, OOCL સ્પેનને 150 TEUs ના માર્જિનથી આગળ છે. સમકાલીન પર્યાવરણીય ધોરણો અનુસાર આ જહાજ ઊર્જા-બચત સુવિધાઓથી સજ્જ છે જે કાર્બન ઉત્સર્જનમાં 4% સુધીનો ઘટાડો કરવામાં ફાળો આપે છે. તે ઓપરેશનલ કાર્યક્ષમતા જાળવી રાખી કાર્બન ફૂટપ્રિન્ટમાં નોંધપાત્ર રીતે ઘટાડો કરે છે.

વિઝિંજામ ઇન્ટરનેશનલ સીપોર્ટ પર MSC IRINA નું ડોકીંગ માત્ર વૈશ્વિક શિપિંગમાં બંદરના વ્યૂહાત્મક મહત્વને જ રેખાંકિત કરતું નથી પરંતુ ટકાઉ દરિયાઈ પ્રથાઓમાં એક છલાંગનું પ્રતિનિધિત્વ પણ કરે છે. જે ઉદ્યોગમાં ભવિષ્યના વિકાસ માટે એક માપદંડ સ્થાપિત કરે છે.

ફેક્ટ બોક્સ:

  • TEU (ટ્વેન્ટી-ફૂટ ઇક્વિવેલેન્ટ યુનિટ) ક્ષમતા પ્રમાણે MSCIRINA એ વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ છે
  • MSCIRINA ની ક્ષમતા 24,346 TEUs છે
  • MSCIRINA ની લંબાઈ9 મીટર છે અને તેની પહોળાઈ 61.3 મીટર છે
  • MSCIRINA ની લંબાઈ FIFA દ્વારા પ્રમાણિત ફૂટબોલ મેદાન કરતા લગભગ 4 ગણી છે
  • MSCIRINA એશિયા અને યુરોપ વચ્ચે મોટા જથ્થામાં કન્ટેનર વહન કરવા માટે રચાયેલ છે
  • MSCIRINA 9 જૂને વિઝિંજામમાં દક્ષિણ એશિયાઈ બંદરે આવ્યુ છે અને 10 જૂન સુધી બર્થ પર રહેશે
  • વિઝિંજામ 2 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું
  • વિઝિંજામ અલ્ટ્રા-લાર્જ કન્ટેનર વેસલ્સ (ULCVs) ને હેન્ડલ કરવા માટે જાણીતું છે
  • 2 અન્ય આઇકોન-ક્લાસ જહાજો, MSCTürkiye અને MSCMichel Cappellini, તાજેતરમાં વિઝિંજામ ખાતે બર્થ કરવામાં આવ્યા છે
  • MSCIRINA ને 2009 માં લોન્ચ કરવામાં આવ્યું હતું માર્ચ ૨૦૨૩ માં અને એપ્રિલ ૨૦૨૩ માં તેની પ્રથમ સફર કરી
  • MSCIRINA ૨૪,૩૪૬ થી વધુ પ્રમાણભૂત ૨૦-ફૂટ કન્ટેનર વહન કરી શકે છે
  • MSCIRINA ૨૬ સ્તર ઊંચાઈ સુધીના કન્ટેનરનો સ્ટેક કરી શકે છે
  • MSCIRINA એ OOCL સ્પેનને ૧૫૦ TEUs થી પાછળ છોડી દીધું છે
  • MSCIRINA એ કાર્બન ઉત્સર્જનમાં ૪% સુધીનો ઘટાડો હાંસલ કર્યો છે
  • MSCIRINA કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે ઊર્જા બચત સુવિધાઓ ધરાવે છે
Advertisement
Tags :
Advertisement