વિશ્વ વન્યજીવન દિવસ: વન્યજીવન વિવિધતાને સુરક્ષિત રાખવા PMની અપીલ
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવાર 'વિશ્વ વન્યજીવન દિવસ' નિમિત્તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્થીટ કરીને જણાવ્યું હતું કે, વિશ્વ વન્યજીવન દિવસ પર, ચાલો આપણે આપણા ગ્રહની અદ્ભુત જૈવવિવિધતાના રક્ષણ અને જાળવણી માટે આપણી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ, પીએમ મોદીએ X પર લખ્યું. દરેક પ્રજાતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે - ચાલો આવનારી પેઢીઓ માટે તેમના ભવિષ્યનું રક્ષણ કરીએ! વન્યજીવોના સંરક્ષણમાં ભારતના યોગદાન પર પણ અમને ગર્વ છે.
પ્રધાનમંત્રીની આ પોસ્ટ સાથે એક વીડિયો ક્લિપ પણ છે, જેમાં પીએમ મોદી ભારતની પરંપરામાં જૈવ વિવિધતા પ્રત્યેની કુદરતી ઈચ્છાનો ઉલ્લેખ કરી રહ્યાં છે. આ ક્લિપ 2023ની છે. પીએમ મોદીએ કર્ણાટકના મૈસુરમાં 'પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષની સ્મૃતિ' કાર્યક્રમ દરમિયાન વન્યજીવન પર પોતાના વિચારો વ્યક્ત કર્યાં. વન્યજીવન સંરક્ષણના ક્ષેત્રમાં ભારતની અનોખી સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, "ભારત એક એવો દેશ છે જ્યાં પ્રકૃતિનું રક્ષણ કરવું એ સંસ્કૃતિનો એક ભાગ છે." PM બન્યા પછી PM મોદીનો સાસણ ગીર અને સફારીનો આ પહેલો કાર્યક્રમ છે.
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે, પીએમ મોદીએ સાસણ રાષ્ટ્રીય ઉદ્યાનને વિશ્વના એક મુખ્ય પર્યટન સ્થળ તરીકે વિશેષ માન્યતા આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, પીએમ મોદીએ એશિયાઈ સિંહોના એકમાત્ર ઘર ગણાતા સાસણ ગીરના વિકાસ માટે મોટા નિર્ણયો લીધા હતા. આ જ કારણ છે કે આજે ભારત અને વિદેશમાંથી લાખો વન્યજીવ પ્રેમીઓ સિંહોને જોવા માટે સાસણ ગીર આવે છે.